ગાંધીનગર મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સવારે સાતથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાયેલી મતદૃાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં કુલ ૫૯.૨૫% મતદૃાન નોંધાયું છે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના મતદૃારોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૨,૫૯,૯૮૫ મતદૃારો નોંધાયેલા હતા, જેમાંથી ૧,૩૨,૫૭૦ પુરુષો, ૧,૨૭,૪૦૬ સ્ત્રીઓ અને ૯ અન્ય મતદૃારોનો સમાવેશ થાય છે. આ કુલ મતદૃારોમાંથી સવારે ૦૭:૦૦ થી સાંજે ૧૮:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧,૫૪,૦૪૫ મતદૃારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ૮૨,૬૭૪ પુરુષ અને ૭૧,૩૭૧ સ્ત્રી મતદૃારો સામેલ છે. એકંદૃરે મતદૃાનની ટકાવારી જોઈએ તો, પુરુષોનું મતદૃાન ૬૨.૩૬% અને સ્ત્રીઓનું મતદૃાન ૫૬.૦૨% નોંધાયું છે. વોર્ડવાર મતદૃાનની વિગતો જોઈએ તો, વોર્ડ-૧ માં ૭૧.૨૨%, વોર્ડ-૨ માં ૬૯.૭૦%, વોર્ડ-૩ માં ૫૯.૨૬%, વોર્ડ-૪ માં ૭૪.૭૮%, વોર્ડ-૫ માં ૪૮.૬૩%, વોર્ડ-૬ માં ૬૧.૯૮%, વોર્ડ-૭ માં ૬૬.૩૭%, વોર્ડ-૮ માં ૫૧.૮૮%, વોર્ડ-૯ માં ૫૧.૫૪%, વોર્ડ-૧૦ માં ૫૦.૮૦%, અને વોર્ડ-૧૧ માં ૫૭.૬૯% મતદૃાન નોંધાયું હતું. સમગ્ર ચૂંટણી દૃરમિયાન નાગરિકોમાં મતદૃાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલ તમામ વોર્ડના ઇલેક્ટ્રોનિક વોિંટગ મશીન્સને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, અને આગામી તા.૧૩ ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
