ભારતમાં સૌથી ધનિક ૧૦% લોકોની દૃૈનિક આવક માત્ર ઇં૧૦ છે, જ્યારે યુ.એસ., કેનેડા, જર્મની જેવા દૃેશોમાં ઇં૨૫ થી ઇં૩૧ સુધી છે
આપણે હંમેશાં માનીએ છીએ કે ભારતના ટોચના ૧૦ ટકા ધનિક વર્ગ પાસે વૈભવી જીવન અને ઉચ્ચ જીવનધોરણ છે. પરંતુ જ્યારે આ આંકડાઓની સરખામણી વૈશ્ર્વિક સ્તર સાથે કરવામાં આવે ત્યારે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવે છે. વિશ્ર્વબેંકના વર્ષ ૨૦૨૬ના ’પૉવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી પ્લેટફોર્મ’ના તાજા ડેટા અનુસાર, વિશ્ર્વના કેટલાક સૌથી સમૃદ્ધ દૃેશોના સૌથી ગરીબ ૧૦ ટકા લોકોની આવક કે વપરાશ સ્તર ભારતના સૌથી ધનિક ૧૦ ટકા લોકો કરતાં પણ વધુ છે!
આ કોઈ માત્ર આંકડાકીય તુલના નથી, પરંતુ ભારતની આવક વ્યવસ્થા, ઉત્પાદૃકતા અને લાંબા ગાળાના આર્થિક ભવિષ્ય સામે ઊભો થયેલો મોટો પડકાર છે.
વિશ્ર્વબેંકના અહેવાલ મુજબ, ભારતમાં સૌથી ગરીબ ૧૦ ટકા લોકો માટે દૃૈનિક આવક અથવા વપરાશ મર્યાદૃા પ્રતિ વ્યક્તિ આશરે ૩ ડોલર જેટલી છે. તેની સરખામણીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આ આંકડો ૨૫ ડોલર, કેનેડામાં ૩૧ ડોલર, તેમજ જર્મની અને ઑસ્ટ્રેલિયામાં ૨૮ ડોલર છે.
વિતરણના બીજા છેડે એટલે કે ભારતના સૌથી ધનિક ૧૦ ટકા લોકોની દૃૈનિક આવક કે વપરાશ મર્યાદૃા માત્ર ૧૦ ડોલર પ્રતિ વ્યક્તિ છે. જ્યારે આ જ શ્રેણીના અમીર લોકો માટે આ આંકડો યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧૭૩ ડોલર પ્રતિ દિૃવસ, કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં ૧૨૯ ડોલર પ્રતિ દિૃવસ અને જર્મનીમાં ૧૨૮ ડોલર પ્રતિ દિૃવસ સુધી પહોંચે છે.
નોંધનીય છે કે, ભારતના આર્થિક સર્વેક્ષણ (ઈર્ષ્ઠર્હદ્બૈષ્ઠ જીેિીઅ કર્ ૈંહઙ્ઘૈટ્ઠ) મુજબ જો કોઈ વ્યક્તિ દૃર મહિને રૂ.૮૦,૦૦૦ કમાય છે, તો તે દૃેશના ટોચના ૧૦ ટકા કમાણી કરનારાઓમાં સ્થાન મેળવી લે છે. છતાં પણ, વિશ્ર્વના અદ્યતન અર્થતંત્રોના સૌથી નીચલા સ્તરે રહેલા લોકો કરતાં ભારતના આ ટોચના પરિવારોનું જીવનધોરણ ઘણું નીચું રહે છે.
