ડિસામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર
અમદૃાવાદૃમાં ૩૮.૫ ડિગ્રી મહત્તમ તાપમાન: નવરાત્રિ બાદૃ હળવાથી મધ્યમ વરસાદૃની શક્યતા
રાજ્યમાં ચોમાસાની વિદૃાય બાદૃ હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહૃાા છે. છેલ્લા કેટલાક સમયથી બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહૃાો છે. તો વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઇ રહી છે. ગુજરાતમાં ઓકટોબર મહિનામાં ગરમીએ નવ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જેમાં અમદૃાવાદૃ ખાત્ો મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી સ્ોસ્લિયમસ નોધાયું છે. અગાઉ વર્ષ ૨૦૧૭માં ઓકટોબર મહિનામાં અમદૃાવાદૃમાં ૩૯.૪ ડિગ્રી નોંધાયું હતું. અમદૃાવાદૃમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૭ દિૃવસ સુધી તાપમાન યથાવત્ રહેશે અને ગરમીનું પ્રમાણ જળવાઇ રહેશે.
રાજ્યમાં આગામી ૧૯ ઓકટોબર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૬થી ૩૯ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જયારે લઘુત્તમ તાપમાની ૧૯થી ૨૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે. ઓકટોબર મહિનામાં ગરમીનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડિસામાં સૌથી વધુ ૪૦.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ભૂજમાં ૪૦ ડિગ્રી, નલિયામાં ૩૮.૬ ડિગ્રી, રાજકોટમાં ૩૯.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૬.૨ ડિગ્રી, સુરતમાં ૩૭.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૯.૩ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
હવામાન શાસ્ત્રીઓના મત્ો રાજ્યમાં નવરાત્રિ બાદૃ હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તરોમાં સામાન્યથી મધ્યમ વરસાદૃની સંભાવના છે જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને દૃાદૃરાનગર હવેલીમાં વરસાદૃ વરસી શકે છે.
