મેરઠના ચર્ચિત બ્લૂ ડ્રમવાળા કેસમાં કોર્ટે સાહિલ અને મુસ્કાનને મૃત્યુદૃંડની સજા સંભળાવી છે. જિલ્લા જજ અરિંવદૃ કુમાર મિશ્રાએ સૌરભ રાજપૂત હત્યાકાંડના બંને દૃોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ દૃરમિયાન મહાભારતનો ઉલ્લેખ કરતા કહૃાું કે, ગુનેગારોને ગુના માટે દૃંડ આપવાનો જ ધર્મ છે. આ ચુકાદૃા દૃરમિયાન સાહિલ અને મુસ્કાનની કોર્ટમાં વર્ચુઅલ હાજરી થઈ હતી. જો કે મોતની સજા સાંભળી આ બંનેના ચહેરા પર દૃુ:ખ અથવા પસ્તાવાના કોઈ ભાવ નહોતા દૃેખાયા. બંને આ દૃરમિયાન ચૂપચાપ બેઠા રહૃાા.
મેરઠ કોર્ટના જિલ્લા જજ અરિંવદૃ કુમાર મિશ્રાએ સાહિલ અને મુસ્કાનને બુધવારે ૧૪ ઓક્ટોબરની સાંજે ફાંસીની સજા સંભળાવી તો ચુકાદૃો સાંભળતા જ સૌરભ રાજપૂતના પરિવારની આંખો ભીની થઈ ગઈ. સૌરભની માએ પત્રકારો સાથે વાત કરતા કહૃાું કે, જે ન્યાય જોઈતો હતો, તે મળી ગયો. અમને ઘણું સારું લાગે છે. બહુ સંતુષ્ટિ થઈ રહી છે ફાંસીની સજા થઈ. નાની દૃીકરી સાથે અમારે કોઈ મતલબ નથી. મોટી દૃીકરીને કોઈ પણ શરત વિના અમે સાથે રાખીશું.
વળી આ મામલામાં સૌરભ રાજપૂતના વકીલે કહૃાું કે, આ ચુકાદૃો એક દૃાખલો બની ગયો છે. કોર્ટે અમારી અને જનતાની ભાવનાને સમજતા બહુ સારો નિર્ણય આપ્યો છે. જજમેન્ટને વાંચ્યા બાદૃ આગળ કહી શકીશું. કોર્ટે બંનેને જઘન્ય હત્યાના અપરાધી માન્યા છે અને વધુમાં વધુ સજા મૃત્યુદૃંડની સજા આપી છે.
જણાવી દૃઈએ કે, મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળીને પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી નાખી અને પછી તેની લાશને પાંચ ટુકડા કરી અન્ય વાદૃળી રંગના એક ડ્રમમાં નાખી દૃીધા. આ હત્યાની ક્રૂરતા અને લાશને છુપાવવાની રીતે લોકોને હચમચાવી નાખ્યા હતા અને યૂપી સહિત દૃેશભરમાં આ હત્યાકાંડને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
