મેડલ વિજેતાઓના પ્રદૃર્શનની થશે પ્રશંસા
ભારતે ૮૫ મેડલ સાથે મેળવ્યું ચોથું સ્થાન
વડાપ્રધાન મોદૃી ગુરુવાર, ૧૫ ઓક્ટોબરે એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. આ દૃરમિયાન તેઓ ખેલાડીઓના પ્રદૃર્શનની પ્રશંસા કરવાની સાથે તેમનું મનોબળ પણ વધારશે. આ કાર્યક્રમ સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે નવી દિૃલ્હીના મેજર ધ્યાનચંદૃ નેશનલ સ્ટેડિયમમાં યોજાશે. આ કાર્યક્રમમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત તેમના કોચ, સપોર્ટ સ્ટાફ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ, વિવિધ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે. વડાપ્રધાન ખેલાડીઓને સંબોધિત પણ કરશે. જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓએ કુલ ૮૫ મેડલ જીત્યા હતા. ભારતે ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. આ પ્રદૃર્શન સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહૃાું હતું. ભારતે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ટોપ-૫માં સ્થાન મેળવ્યું છે. જોકે, ૨૦૨૩માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે ૧૦૬ મેડલ જીતીને પોતાનું અત્યાર સુધીનું સવર્શ્રેષ્ઠ પ્રદૃર્શન કર્યું હતું. આ વખતે ભારતનો કુલ મેડલ આંકડો અગાઉની આવૃત્તિ કરતાં ઓછો રહૃાો હતો. એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે ભારતે ૫૦૧ ખેલાડીઓનો મોટો કાફલો મોકલ્યો હતો.
આમાંથી ૩૧૦ ખેલાડીઓ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહૃાા હતા. આ આંકડા દૃર્શાવે છે કે ભારતીય રમતજગતમાં નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા બતાવવાની તક મળી રહી છે. આટલા મોટા કાફલામાં વિવિધ રમતોના ખેલાડીઓ સામેલ હતા. તેમની સાથે કોચ અને સપોર્ટ સ્ટાફે પણ તૈયારીથી લઈને સ્પર્ધા દૃરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન સાથેની મુલાકાત દૃરમિયાન આ તમામના યોગદૃાનને પણ મહત્વ મળશે.
એશિયન ગેમ્સ પૂર્ણ થયા બાદૃ વડાપ્રધાન મોદૃીએ ભારતીય કાફલાના પ્રદૃર્શનની પ્રશંસા કરી હતી. તેમણે ખેલાડીઓની મહેનત, સમર્પણ અને રમતગમતની ભાવનાને બિરદૃાવી હતી.
સાથે જ મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદૃન આપીને ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ સફળતા દૃેશના યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે અને પાયાના સ્તરે રમતગમતને વધુ મજબૂત બનાવવામાં મદૃદૃ કરશે.
હવે ખેલાડીઓ સાથેની આ મુલાકાતમાં તેઓ ફરી એકવાર ભારતીય ટીમના પ્રદૃર્શનને બિરદૃાવશે.
