ચેકીંગ દરમિયાન કેટલાક ડમ્પર ચાલકો પોલીસને જોઇને ભાગી ગયા
સાયલા-સુદામડા રોડ પર પોલીસે મોડી રાત્રે ચેકિંગ દરમિયાન ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપ્યા છે. આ ડમ્પર નિયમોનો ભંગ કરીને ખનીજનું વહન કરી રહ્યા હતા.
પોલીસની તપાસમાં આ વાહનો ઓવરલોડ, લાયસન્સ વગર અને રોયલ્ટી વિનાના હોવાનું સામે આવ્યું. સાયલા પોલીસ સ્ટેશનના ઙઈં વાય.જી. ઉપાધ્યાયે પોતાના સ્ટાફ સાથે આ અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન કેટલાક ડમ્પર ચાલકો પોલીસને જોઈને ભાગી ગયા હતા. જોકે, પોલીસે થોરિયાળી પાસે આવેલી એક ક્વોરીમાંથી ઘણા ડમ્પરો પકડ્યા હતા. ઝડપાયેલા તમામ વાહનોનું વજન કરી સાયલા લાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા ખનીજ વહનના નિયમોનું પાલન થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે તે માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
