સહિયર રાસોત્સવમાં ખેલૈયાઓ બન્યા રાધેકૃષ્ણ અને ગોપ ગોવાળ

વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઇનામ વિતરણ

સહિયર ક્લબના 26મા વરસે ફરી એકવાર સફળતાનો રંગ નીખરી રહ્યો છે. વિશાળ પટાંગણમાં રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી રહ્યા છે. સહિયરમાં સૌથી લોકપ્રિય ગાયકો ગરબાનો રાજા રાહુલ મહેતા, લોક ગાયિકા પુનમ ગોંડલીયા એ ગીતોના માધ્યમથી વૃંદાવન ખડુ કર્યું હતું.
જેના તાલે ખેલૈયાઓ ઉડી ઉડીને રમે છે તેવા સીનીયર રીધમીસ્ટ હિતેશભાઈ ઢાંકેચા દ્વારા લોક ગીતને એક નવી રીધમ પેટર્નથી સજાવાય છે.સ્વ. ભરતભાઈ ઢાંકેચાના પુત્ર હિતેશભાઈ અને પૌત્ર દર્શન ઢાંકેચા એટલે કે આ પરિવારની ત્રણ પેઢીનો સહીયર સાથે નાતો છે. સમગ્ર ગુજરાતમાં ’ઉડે તો જહા કચ્છી પેટર્ન’ બનાવનાર હિતેશ ઢાંકેચા દર વર્ષે નવી રીધમ પેટર્ન બનાવવા માટે જાણીતા છે. આનંદ અને ગૌરવ થાય કે સહિયરની રીધમ મ્યુઝીક ટયુન આખા ગુજરાતના કલાકારો પછીથી વગાડે છે. સહિયરના જમા પાસુ હિતેશ ઢાંકેચા મજબુત તાલ સંચાલન કરી રહ્યા છે. જેનું સમગ્ર નિયોજન જીલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રિન્સ સીનીયર પ્રતિક ચાવડા, ઉમેશ રાજપુત, પરેશ ગોહેલ, મુકેશ પરમાર, રૂૂદ્ર અગ્રાવત, જુનીયર વિજેતા ધનરાજ સોની, ઓમ જાની, પ્રિન્સેસ વિધી બગથરીયા, કેરવી ભાડેસીયા, જાનવી બોડાણા, જાનકી ડોબરીયા, જુનીયર વિજેતા ખુશ્ર્બુ આહુજ, ફેની ગંગવાણી, માહી લીંબાસીયા, તથા વેલડ્રેસ વિજેતા નિખીલ ગોહેલ, કરન પીઠીયા, હસુ સોરાણી, પ્રિન્સ સોમૈયા, કશ્ર્યપ ત્રિવેદી, ક્રિપા મકવાણા, ક્રિષ્ના ખોખર, વીરા મહેતા જાહેર થયા હતા.

રિલેટેડ ન્યૂઝ