ભાયાવદરમાં વિકાસના કામો જોર શોરથી વેગવંતા

ભાયાવદર નગરપાલિકા દ્વારા પોરબંદર મત વિસ્તારના સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધોરાજી મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જીલ્લા ભાજપ આગેવાન ઈન્દ્ર વિજય સિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ વિકાસના કામોનો વેગ વધ્યો ભાયાવદર શહેરમાં 20 જેટલા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા પ્રમુખ રેખાબેન સીણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર કારોબારી સભ્ય માયાબેન વાછાણી બાંધકામ સમિતિના ચેરમેન સરજુભાઈ માકડીયાના અધ્યક્ષતામાં શાક માર્કેટથી જનતા ચોક થી માતાના મઢવાળા એવા બે રોડનું ખાતમુહૂર્ત કરતા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન જગદીશભાઈ ભોજાણી આરોગ્ય સમિતિના ચેરમેન ભગવાનજી પરસાણીયા શહેર ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ રાવલ ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ ખાંભલા, પ્રવીણભાઈ ટાંક સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહી સી.સી રોડ નું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ