રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે આવેલ બાપજીધામ ખાતે તા.26ને ગુરૂવારના રોજ લાખો શ્રધ્ધાળુઓ વિર વેગડજીદાદા, કર્ણોજીદાદા અને વિરબાઈમાંના દ્રિતીય વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધ્વજા રોહણ, વિષ્ણુયાગ, દાદાનોથાળ, રાસ ગરબા, મહાઆરતી, મહાપ્રસાદ અને વિશિષ્ટ દર્શન સહીતના કાર્યક્રમ યોજાશે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે આવેલ બાપજીધામના આંગણે વિર વેગડજીદાદા, કર્ણોજીદાદા અને વિરબાઈમાં ના પ્રથમ પાટોત્સવની તા.26ના રોજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ નિમિતે સવારે 7 કલાકે વિષ્ણુયાગ 8:30 કલાકે ધ્વજા રોહણ, બપોરે 12 કલાકે દાદાનો થાળ, બપોરે 3:00 કલાકે રાસ ગરબા, સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદયભાઈ ધાધલ, સાગરદાન ગઢવી, કુલદીપ રાજપર, ચિથરભાઈ પરમાર, અને અભેસંગભાઈ મોરી નામાંકિત કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે. આ પ્રસંગ નિમિતે બાપજીધામ સુંદરીયાણા ખાતે વૈભવસિંહજીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ પાટોત્સવમાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે જેમાં મહંત વિજયસિંહબાપુ દાદાબાપુ ધામ વગડે, જનકસિંહ અમરધામ છલાળા, મહંત પતિતપાવનદાસબાપુ મહારાજ મોટા રામજીમંદિર નાગનેશ, સુરેશબાપા વિહત મેલડીધામ સાણંદ, લલીતકિશોશરણદાસજી મહારાજ મોટામંદીર લીંબડી, મહંત આશુતોષગીરી બાપુ ભીમનાથ મહાદેવ, ભક્તભૂષણ વિક્રમબાપુ શાંતિઆશ્રમ બગડ, લક્ષ્મણદાદા વચ્છરાજ બેટ, દિલીપસિંહ પરમાર મોગલધામ ભાયલા, મેલડીધામ કાનારા કનારાની સરકાર, મહંત મનોહરભારતીબાપુ ભારતી આશ્રમ મુંગલપુર, મહંત ચેતનપૂરીબાપુ ખોડીયારમંદિર રાજપરા, મહંત જસવંતનાથબાપુ ફકડાનાથની જગ્યા ઝમરાળા, રાજુ ગીરીબાપુ નાનીમાળ, મહીપતસિંહજી સોલંકી વિહત મેલડી મોગલધામ કાશીન્દ્રા, વિજયસિંહ ચુડાસમા વિહત મેલડીધામ ભાવનગર, હરપાલસિંહ ગોહિલ ગઢવીબાપુની મોગલ ચુડા, રાજુભાઈ રામાવત સુંદરીયાણા શીવાલય, મોગલધામ ભગુડા,મહંત જયસખગીરી ગૌસ્વામી આવડ ખોડલધામ રોહીશાળા, હનુમાનજી મંદિર ભૂખરીયા, દર્શનભાઈ મેલડીધામ સુશવાવ, મહંત હરિઓમ ચરણદાસજીબાપુ બાલા હનુમાન આશ્રમ કાનપર ઉપસ્થિત રહેશે.
