મોબિલાઈઝ એપ લેબ લિમિટેડનો આઈપીઓ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે ટોટલ ઈશ્યુ સાઇઝ – પ્રત્યેક રૂા.10ના 25,12,000 ઇક્વિટી શેર સુધી

મોબિલાઈઝ એપ લેબ લિમિટેડ (ધ કંપની મોબિલાઈઝ) ક્લાઉડ-બેઝ્ડ પ્લેટફોર્મ દ્વારા સાસ (જફફજ)-બેઝ્ડ સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રદાન કરવાના બિઝનેસમાં કાર્યરત છે, તેણે સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરવામાં આવનાર શેર સાથે રૂા.20.09 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનું છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય પર અને પ્રતિ શેર રૂા.75-રૂા.80ના પ્રાઇઝ બેન્ડ સાથે 25,12,000 ઇક્વિટી શેરની છે.
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ કંપની માટે ટેલેન્ટ હાયરિંગના માધ્યમથી પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં ભંડોળની જરૂરિયાત, સ્થાનિક બજારોમાં સંસ્થાના વિસ્તરણને આગળ વધારવાના હેતુથી બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે ભંડોળની જરૂરિયાત, કંપનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેના ભંડોળ માટે કરવામાં આવશે. એન્કર પોર્શન શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને ઇશ્યુ સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બંધ થશે.
ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર કોર્પોરેટ કેપિટલવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને ઇશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.

રિલેટેડ ન્યૂઝ