ભારતના નંબર 1 ટોઇલેટ અને બાથરૂમ ક્લિનર અને 100 મિલિયનથી વધુ પરિવારોનો વિશ્વાસ જીતનારા હોમ હાઇજિન સોલ્યૂશનોમાં પ્રણેતા હાર્પિકે તેના સૌથી અદ્યતન બાથરૂમ ક્લિનિંગ ઇનોવેશન – ન્યૂ હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનરના લોન્ચિંગની જાહેરાત કરી છે. એક દાયકાથી વધુ સમયમાં બાથરૂમ ક્લિનિંગની કેટેગરીમાં હાર્પિકના સૌથા મોટા ઇનોવેશન તરીકે, આ પ્રોડક્ટ બાથરૂમને અલ્ટ્રા ક્લિન કરવા માટે સૌથી મુશ્કેલ અને સૌથી પ્રચલિત બાથરૂમના ડાઘ દૂર કરી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. બોલિવૂડના ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી કંપની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે, જેઓ આ પ્રોડક્ટના શક્તિશાળી અને આત્મવિશ્વાસપૂર્ણ ડાઘ દૂર કરવાના વચનને મજબૂત બનાવે છે.
તમામ શહેરી વિસ્તારોમાં ભારતીય ઘરોમાં સતત પીળા ડાઘ, ચૂનાના ભીંગડા જમા થવા લાગે છે અને કાટ જેવા કઠિન ડાઘની સમસ્યા પણ થાય છે. સમય જતાં, ગ્રાહકો મનથી એવું પ્રબળપણે માનવા લાગે છે કે આ ડાઘ દૂર કરવા અશક્ય છે અને તેમને ખરેખર દૂર કરી શકે તેવા કોઈ ભરોસાપાત્ર સોલ્યુશન ઉપલબ્ધ ન હોવાથી, ઘણા લોકો ડિટર્જન્ટ, બ્લિચ અને ફિનાઇલ જેવા સામાન્ય સોલ્યુશનો પર આધાર રાખે છે. જોકે, ઘણીવાર સખત પાણીના ડાઘ સામે આ પ્રોડક્ટ્સની કોઈ અસર થતી નથી અને સપાટી પર ઘર્ષક બની શકે છે, જેના કારણે બાથરૂમ ઝાંખુ દેખાવા લાગે છે.
ભરોસાપાત્ર, બહુ-ઉપયોગી અને અસરકારક સફાઈ સોલ્યુશન માટેની ગ્રાહકોની લાંબા સમયથી ચાલી રહેલી જરૂરિયાતને પૂરી કરવા માટે, ન્યૂ હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર રજૂ કરવામાં આવ્યું છે જે ખાસ કરીને ભારતીય બાથરૂમમાટે હેતુપૂર્વક બનાવવામાં આવ્યું છે.
