શેરબજારમાં મંદૃીનું માહોલ, ઇન્ટ્રા ડે સ્ોન્સ્ોક્સમાં ૧૪૦૦ પોઇન્ટનો કડાકો
ટેરીફ મામલે અમેરિકી સુપ્રીમ કોર્ટને લપડાક પછી પણ પ્રમુખ ટ્રમ્પ ઝુકવા તૈયાર ન હોય તેમ નવી રીતે ચાર્જ ઝીકવાની ધમકી આપતા અને ઇરાન મામલે પણ આક્રમક વલણ અપનાવતા શેરબજારમાં તેજીના ટ્રેન્ડને મોટો આંચકો લાગ્યો હતો અને આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેન્સેકસમાં 1400 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો અને ઇન્વેસ્ટરોની સંપત્તિમાં છ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
શેરબજારમાં આજે શરૂઆત જ નેગેટીવ ટોને થઇ હતી. અમેરિકા સહિતના વિશ્ર્વબજારોમાં સર્જાયેલા કડાકાના ખચકાટ હેઠળ મોટા ભાગના શેરો રેડ ઝોનમાં ખુલ્યા હતા. વેચવાલીનો મારો સતત વધવા લાગતા મોટા ભાગના શેરો વધુને વધુ ગગડવા લાગ્યા હતા. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે નવા ચાર્જની ધમકી ઉચ્ચારતા ઉપરાંત ઇરાન સામે ગમે ત્યારે યુધ્ધ શરૂ થવાના એંધાણ જેવા કારણોથી ગભરાટભરી વેચવાલી નીકળી પડી હતી. આ સિવાય ટુંકાગાળામાં વ્યાજદર ઘટાડો નહીં થવાના સંકેતોનો પણ ખચકાટ હતો. વિદેશી નાણા સંસ્થાઓએ ગઇકાલે નેટ ખરીદી કરી હોવાના આંકડા જાહેર થવા છતાં તેની કોઇ પોઝીટીવ અસર થઇ ન હતી. માર્કેટમાં અઠવાડિક એકસપાયરીનો દિવસ હોવાના કારણે પણ મોટા પ્રમાણમાં લેણ ફુંકાયા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકી ટેરીફ મામલે ફરી વખત અનિશ્ર્ચિતતા ઉભી થઇ છે અને માર્કેટ તેના કારણે અસ્થિર બની ગયું છે. ચિત્ર સ્પષ્ટ થતા સુધી કોઇ એકતરફી ટ્રેન્ડની શકયતા નથી.
શેરબજારમાં આજે વધુ એક વખત આઇટી શેરો નિશાન બન્યા હતા અને આક્રમણકારી વેચવાલીથી ગાબડા પડયા હતા. ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેકનો, માસ્ટેક, ટેક મહિન્દ્ર, ટાટા ટેકનોલોજી વગેરેમાં ગાબડા હતા. આ સિવાય એચડીએફસી બેંક, વોડાફોન, આઇડીએફસી બેંક, યસ બેંક, ટાટા કેપીટલ, પતંજલિ જેવા શેરો તુટયા હતા. મંદી બજારે પણ બંધન બેંક, હિટાચી એનર્જી, ટોરેન્ટ ફાર્મા, કરૂણ વૈશ્ય બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર જેવા શેરોમાં સુધારો હતો.
ટ્રેિંડગની શરૂઆતથી જ વેચવાલીનું દૃબાણ પ્રબળ રહૃાું, જેની અસર ્ંૈ અને ઉચ્ચ ભારાંક શેરો પર સ્પષ્ટપણે દૃેખાઈ રહી હતી.બપોરે વાગ્યા સુધીના ટ્રેિંડગમાં, નિટી ૫૦ લગભગ ૧.૧૫ ટકા એટલે કે ૨૯૫.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫,૪૨૦.૬૫ પર ટ્રેિંડગ કરતો જોવા મળ્યો. તે જ સમયે, સેન્સેક્સમાં પણ લગભગ ૧.૩૦ ટકા એટલે કે ૧,૦૮૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને ૮૨,૨૨૦.૨૯ ના સ્તરે પહોંચ્યો. ત્યારે ૩.૩૦ કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઇન્ટના ઘટાડા સાથે ૮૨,૩૧૯.૮૯ અંકે બંધ થયો. જ્યારે નિટી ૨૫૩.૬૫ પોઇન્ટના ઘટાડા સાથે ૨૫,૪૫૯.૩૫ અંકે બંધ થયો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા કામચલાઉ ટેરિફની જાહેરાતથી બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. અહેવાલો સૂચવે છે કે ૧૫ ટકા સુધીના નવા કામચલાઉ ટેરિફ લાદૃવામાં આવ્યા છે. દૃરમિયાન, યુએસ સુપ્રીમ કોર્ટે આ ટેરિફને ગેરકાયદૃેસર જાહેર કર્યા છે, જેનાથી વૈશ્ર્વિક વેપાર અંગે અનિશ્ર્ચિતતા વધુ વધી રહી છે.
આજના ઘટાડા દૃરમિયાન આઇટી ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર વેચાણ દૃબાણ જોવા મળ્યું. એચસીએલ ટેક અને કોફોર્જના શેર લગભગ ૬ ટકા ઘટ્યા. ઇન્ડેક્સ હેવીવેઇટ ભારતી એરટેલ પણ નબળો પડ્યો, જેનાથી બજાર પર વધારાનું દૃબાણ આવ્યું.
