ધ વેલ્થ કંપની સ્મોલ કેપ ફંડ માટેની ન્યુ ફંડ ઓફર તારીખ 5 માર્ચ, 2026 ના રોજ ખૂલશે અને 18 માર્ચ, 2026 ના રોજ બંધ થશે
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ’ધ વેલ્થ કંપની સ્મોલ કેપ ફંડ’ લોન્ચ કરીને સ્મોલ-કેપ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા આઠ મહિનામાં આ કંપનીનું આ નવમું ફંડ લોન્ચ છે, જે તેની એક્ટિવલી મેનેજ્ડ સ્ટ્રેટેજીસ હેઠળ થઈ રહેલા ઝડપી વિસ્તરણને દર્શાવે છે.
જુલાઈ 2025થી, આ અખઈએ ઈક્વિટી, હાઈબ્રિડ અને પેસિવ વ્યૂહરચનાઓ ધરાવતી એક વૈવિધ્યસભર પ્રોડક્ટ શ્રેણી તૈયાર કરી છે, જેમાં તાજેતરમાં લોન્ચ થયેલા ’ગોલ્ડ ઊઝઋ ઋજ્ઞઋ’ અને ’બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ’નો પણ સમાવેશ થાય છે. આ નવું લોન્ચિંગ એક અલગ તારવી શકાય તેવી અને રિસર્ચ- ડ્રિવન ઈક્વિટી ફ્રેન્ચાઈઝી ઊભી કરવાની અખઈની મહત્વકાંક્ષાને રેખાંકિત કરે છે.
ઈક્વિટી સ્મોલ કેપ કેટેગરી હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલી આ સ્કીમ, તેની નેટ એસેટ્સના ઓછામાં ઓછા 65 ટકા હિસ્સાનું રોકાણ સ્મોલ-કેપ કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં કરશે. જઊઇઈં ના નિયમો અનુસાર, ફુલ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે 251મા અને તે પછીના ક્રમે આવતી કંપનીઓને સ્મોલ-કેપ કંપનીઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ફંડના પ્રદર્શનની સરખામણી ’ગઈંઋઝઢ જળફહહઈફા 250 ઝછઈં’ સાથે કરવામાં આવશે.
