લેક્સસ ઈન્ડિયાએ આજે ભારતમાં ઓલ-ન્યૂ ઇએસ500ઇલોન્ચ કરી છે, જે ભારતીય બજાર માટે લેક્સસના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલના પરિચય સાથે બ્રાન્ડની ઇલેક્ટ્રિફિકેશન સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.જાપાન મોબિલિટી શો 2025 માં જાહેર કરવામાં આવ્યું હતું તેમ, “ડિસ્કવર” લેક્સસની બ્રાન્ડ નૈતિકતાના મુખ્ય કેન્દ્રમાં છે. બહેતર પ્રોડક્ટ્સ, બહેતર સેવાઓ અને શ્રેષ્ઠ અનુભવો શોધવાનું મિશન અને મહેમાનોને તેમની લાઇફસ્ટાઇલમાં નવું મૂલ્ય શોધવામાં મદદ કરવી.કિંમત રૂ. 89.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ.
લોન્ચ પ્રસંગે ઉપસ્થિત લેક્સસ ઈન્ટરનેશનલના ચીફ એન્જિનિયર, કોહેઈ ચિયાશીએ જણાવ્યું હતું કે, ઇએસલાંબા સમયથી ભારતીય બજાર માટે લેક્સસ લાઇનઅપમાં સૌથી લોકપ્રિય મોડેલોમાંનું એક રહ્યું છે, અને આજે અમે ઓલ-ન્યૂ ઇએસ500ઇલોન્ચ કરતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આ ફીચર-રિચ વાહન એવા મહેમાનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ ડ્રાઇવિંગ પર્ફોર્મન્સ, આરામ અને સુરક્ષાને મહત્વ આપે છે, અને નવા ઊજ પરિવારનો હિસ્સો બનવા ઈચ્છે છે. આ સેડાન હાઈ બોડી રિજિડિટી (મજબૂતી) અને લો સેન્ટર ઓફ ગ્રેવિટી જેવા મુખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે, જે અસાધારણ રાઇડ કમ્ફર્ટ, હેન્ડલિંગ સ્ટેબિલિટી અને શાંતતામાં ફાળો આપે છે. વિચારશીલ ડિઝાઇન અને અદ્યતન નવીનતા દ્વારા પ્રાપ્ત થયેલ ફ્લોઈંગ સિલુએટ (આકર્ષક આકાર) અને વિશાળ ઇન્ટિરિયર સાથે, નવી ઇએસસેડાનના અનુભવને વધુ ઉન્નત બનાવે છે. નવા વિકસિત ઝગૠઅ ૠઅ-ઊં પ્લેટફોર્મ પર નિર્મિત, આ મોડેલ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં યોગદાન આપવાની સાથે લેક્સસના ઇલેક્ટ્રિફાઇડ વાહનોના વિકલ્પોની શ્રેણીને વિસ્તૃત કરે છે, જે અંતે એક નવો અને અભૂતપૂર્વ સેડાન એક્સપિરિયન્સ પૂરો પાડે છે.
