રાઈટ ઈશ્યૂની કિંમત પ્રતિ શેર રૂ.20 છે, જેનાથી નાણાકીય પોઝીશન અને ફંડ ગ્રોથની પહેલને વધુ તાકાત મળશે
શક્તિ પ્રેસ લિમિટેડ (બીએસઈ – 526841), મધ્ય ભારતની એક પ્રિન્ટીંગ અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રી તેના વિસ્તરણ પ્લાન માટે રાઈટ ઇશ્યૂ દ્વારા રૂ.49.28 કરોડનો વધારો કરશે. રાઈટ્સ ઇશ્યૂનું સબસ્ક્રિપ્શન 7 મેના રોજ ખૂલશે અને 29મી મે, 2026ના રોજ બંધ થશે. રાઈટ ઇશ્યુની કિંમત પ્રતિ શેર રૂ. 20 છે, જેમાં હાલના શેર હોલ્ડરોને તક આપવામાં આવી છે કે, તેમને કંપનીની ઇક્વિટીમાં વધારો કરી શકે છે. કંપનીના શેર માર્ટેમાં 14મી મે, 2026ના રોજ રૂ.26.85ના ભાવે ટ્રેડિંગ કરી રહ્યા છે, જેની સામે રાઈટ ઇશ્યૂની શેરની ઇશ્યૂ કિંમત પ્રતિશેર રૂ.20ની છે.
