વોડાફોન આઇડિયા અને મેટાએ મેટાના તમામ પ્લેટફોર્મ્સ પર ટશ યુઝર્સ માટે વધુ સુરક્ષિત, વધુ ઝડપી અને સરળ વેરિફિકેશન માટે ભાગીદારી કરી

ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર્સ પૈકીની એક વોડાફોન આઈડિયા એ આજે જાહેરાત કરી હતી કે ટશના ગ્રાહકો માટે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા મેટાના પ્લેટફોર્મ્સ પર સાઇલન્ટ મોબાઇલ વેરિફિકેશન (એસએમવી) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા દ્વારા લાખો યુઝર્સને વધુ સુરક્ષિત, સરળ અને પાસવર્ડ વગરની ડિજિટલ સેવાઓનો અનુભવ મળશે.
સાઇલેન્ટ મોબાઇલ વેરિફિકેશન એક સુરક્ષિત અને નેટવર્ક આધારિત ઓથેન્ટિકેશન ટેક્નોલોજી છે, જે યુઝરના મોબાઇલ નંબરને બેકગ્રાઉન્ડમાં જ વેરિફાઇ કરે છે. આ પ્રોસેસ માટે મેન્યુઅલી કોઈ વેરિફિકેશન કોડ નાખવાની કેએપ્લિકેશન બદલવાની કે વેરિફિકેશન મેસેજની રાહ જોવી પડતી નથી. જ્યારે ટશ યુઝર ટશના મોબાઇલ નેટવર્ક દ્વારા વોટ્સએપ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, ત્યારે વેરિફિકેશન રિક્વેસ્ટ સીધી ટેલિકોમ નેટવર્ક મારફતે માન્ય થાય છે, જેના કારણે વધુ ઝડપી અને ઝંઝટમુક્ત અનુભવ મળે છે.
ટશના ગ્રાહકોને નવા યુઝર રજિસ્ટ્રેશન, મોબાઇલ નંબર વેરિફિકેશન, લોગિન અને ફરીથી લોગિન, એકાઉન્ટ રિકવરી તેમજ સિક્યોરિટી ચેક દરમિયાન ઓથેન્ટિકેશન જેવી વિવિધ પ્રક્રિયાઓમાં એસએમવી આધારિત સુવિધાનો લાભ મળશે. આના પગલે યુઝર્સ માટે ઓનબોર્ડિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનશે, ઘર્ષણ ઘટશે,મેન્યુઅલી લેવા પડતા પગલાં ઓછા થશે તેમજ ફિશિંગ અને ડિજિટલ આઇડેન્ટિટી સંબંધિત જોખમો સામે વધુ સારી સુરક્ષા મળશે.

રિલેટેડ ન્યૂઝ