સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની કંપની પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડનો આઈપીઓ આજરોજ ખુલશે

પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડ તેના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઈપીઓ (ઘરરયિ) મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે સોમવાર, 7 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026 છે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 643થી રૂ. 676 નક્કી કરવામાં આવ્યો છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 800.00 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 4,200.00 મિલિયન સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. આમ, ઓફરનું કુલ કદ રૂ. 5,000.00 મિલિયન છે. કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ ચોક્કસ લોન અને અન્ય ઉધારની ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ