દૃાહોદૃ, અરવલ્લી, તાપી, છોટાઉદૃેપુર, દૃેવભૂમિ દ્વારકા, પોરબંદૃર, આણંદૃ, ડાંગ અને નવસારીમાં ડીસીસીબીની રચના થશે
બ્ોંકોની રચના માટે રાજ્ય સરકાર નાબાર્ડ મારફત આરબીઆઇન્ો દૃરખાસ્ત મોકલશે
ગાંધીનગર ખાત્ો આજે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં લેવાયેલા મહત્વપ્ાૂર્ણ નિર્ણય અંગ્ો પ્રેસ-મીડિયાન્ો માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બ્ોંકોની રચનાન્ો આજે કેબિન્ોટ બ્ોઠકમાં મુખ્યમંત્રીએ સ્ૌધ્ધાંતિક મંજૂરી આપી છે.
આ અંગ્ો વિગતવાર માહિતી આપતા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બ્ોંકોનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેન્ો પરિપ્ાૂર્ણ કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના ન્ોત્ાૃત્વ હેઠળ ભારતના સહકારિતા મંત્રાલય દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.
આ પહેલના ભાગરૂપ્ો નાબાર્ડ દ્વારા દૃેશના જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બ્ોંકોની રચના કરવા માટે સહકારિતા મંત્રાલયન્ો એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી. આ નોટમાં ગુજરાતમાં પણ નવી ૦૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બ્ોંકોની રચના કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો, ત્ોમ ત્ોમણે ઉમેર્યુ હતું.
રાજ્યની વર્તમાન સહકારી બ્ોંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહાકારી બ્ોંકોની રચના થશે, જેમાં, પંંચમહાલ બ્ોંકના વિભાજનથી દૃાહોદૃ જિલ્લામાં, સાબરકાંઠા બ્ોંકના વિભાજનથી અરવલ્લી જિલ્લામાં, સુરત બ્ોંકના વિભાજનથી તાપી જિલ્લામાં, વડોદૃરા બ્ોંકના વિભાજનથી છોટાઉદૃેપુર જિલ્લામાં, જામનગર બ્ોંકના વિભાજનથી દૃેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જૂનાગઢ બ્ોંકના વિભાજનથી પોરબંદૃર જિલ્લામાં, ખેડા બ્ોંકના વિભાજનથી આણંદૃ જિલ્લામાં ત્ોમજ વલસાડ બ્ોંકના વિભાજથી ડાંગ અન્ો નવસારી જિલ્લામાં નવી બ્ોંકોની રચના થશે, ત્ોમ મંત્રીએ ઉમેર્યું હતું.
બ્ોંકોની રચના માટે રાજ્ય સરકાર હવે નાબાર્ડ મારફત્ો ભારતીય રિઝર્વ બ્ોંક (આરબીઆઇ)ન્ો આ અંગ્ોની દૃરખાસ્ત મોકલશે અને આગળની કાયદૃેસરની પ્રક્રિયા હાથ ધરશે.
