માધ મેળો-2026 દરમિયાન ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશને થોભશે

માઘ મેળો-2026 ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાડી સંખ્યા 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટોપેજની વિગતો : ગાડી સંખ્યા 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 23:23 કલાકે અને પ્રસ્થાન સમય રાત્રે 23:25 કલાકે રહેશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને 20 ફેબ્રુઆરી, 2026 સુધી પ્રભાવી રહેશે. આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રિલેટેડ ન્યૂઝ