નલિયા 4.8 ડિગ્રી તાપમાને કંપી ઉઠ્યું સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠંડીની આગોશમાં રાજકોટમાં 9.8, અમરેલીમાં 8.6 ડિગ્રી તાપમાન

બર્ફીલો પવન ફુંકાતા લોકો ઠુંઠવાયા: ગિરનાર પર 5.8, જૂનાગઢમાં 10.8 ડિગ્રી તાપમાન

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાંક દિવસોથી ફુંકાઇ રહેલા ઉતર-પૂર્વનાં ઠંડા પવનોથી સતત ઠંડી વધી રહી છે. ત્યારે આજે રાજયમાં ચાલુ સિઝનનું સૌથી નીચુ તાપમાન નલિયા ખાતે 4.8 ડિગ્રી થઇ જતા નલિયા હિમગારમાં ફેરવાઇ ગયું હતું અને સ્થાનિકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા.
આ ઉપરાંત રાજકોટ અને અમરેલીમાં ચાલુ માસમાં આજે સતત ત્રીજીવાર સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયુ હતું. સવારે અમરેલીમાં 8.6 તથા રાજકોટમાં 9.4 ડિગ્રી, લઘુતમ તાપમાન સાથે 6 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકો ઠરી ગયા હતા તેમજ જુનાગઢમાં પણ સવારે 10.8 ડિગ્રી સાથે કડકડતી ઠંડી અનુભવાઇ હતી. તથા ગિરનાર પર્વત ઉપર પ.8 ડિગ્રી લઘુતમ તાપમાન થઇ જતા પક્ષી અને વન્ય પ્રાણીઓની હાલત દયનીય બની હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ ગિરનાર પર્વત નલીયા ઉપર જાણે હીમ ત્રાટકયું હોય તેમ ગિરનાર ઠંડોગાર થઇ જતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા ગઇકાલે રાત્રીથી તાપમાનનો પારો નીચે ઉતરી જતા ગિરનાર પર્વત ઉપર પ.8 ડિગ્રીએ આવી જતા ભારે ઠંડી સાથે બરર્ફીલો પવન પ્રતિ કલાક 8 કિ.મી.ની ઝડપે ફુંકાય રહ્યો છે. પશુ, પક્ષી, વન્ય પ્રાણીઓમાં માઠી અસર પહોંચવા પામી છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ પારો 11.8 ડિગ્રીએ અને મીનીમમ ઘટીને 10.8 ડિગ્રીએ નીચે પહોંચી જતા સમીસાંજમાં રોડ સુમસામ થઇ જવા પામ્યા હતા. પવનની ગતિ વધીને પ્રતિ કલાક 7.1 કિ.મી.ની ઝડપે ફુંકાઇ રહ્યો છે. જયારે વાતાવરણમાં ભેજ 7ર ટકા નોંધાયો છે.
તથા જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ફરી 2 ડિગ્રી ઉચકાઈને 13 ડિગ્રી પહોંચી ગયો હતો. જો કે પવનની ગતિ પ્રતિકલાક 6.4 કિમિ હોય જેથી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું.તો મહતમ તાપમાન 24.5 ડિગ્રી રહ્યું હતું. જયારે ભાવનગરમાં લઘુતમ તાપમાન ઘટતા અને પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી છે.
ગોહિલવાડ પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે શુક્રવારે ભાવનગર શહેર માં લઘુત્તમ તાપમાન ઘટીને 13.8 ડિગ્રી નોંધાયું હતું. પવનની ઝડપ વધીને 10 કિમી પ્રતિ કલાકની થતા ઠંડી ની તીવ્રતા વધી છે. આજે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 60% હતું.
દરમ્યાન આજે સવારે અમદાવાદ ખાતે 11.7, વડોદરામાં 14, ભુજમાં 11.ર, દમણમાં 16.8, ડિસામાં 10.1, દિવમાં 1પ.8, દ્વારકામાં 14.ર, ગાંધીનગરમાં 10.8, કંડલામાં 11.9, ઓખામાં 17.પ, પોરબંદરમાં 1ર.8, સુરતમાં 1પ તેમજ વેરાવળ ખાતે 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

રિલેટેડ ન્યૂઝ