અમદાવાદ ગાંધીનગર મહેર સમાજનું સ્નેહમિલન પણ યોજાયું: રાજ્યના કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો સમારોહ: દેશ-વિદેશના મહેર સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ ખાતે શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનું લોકાર્પણ થયુ હતુ.
મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સંચાલિતશ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનના લોકાર્પણ સમારંભ તેમજ અમદાવાદ-ગાંધીનગર મહેર સમાજના સ્નેહ મિલનનું આયોજનસરદાર પટેલ નેશનલ મેમોરિયલ, ગાંધી સરદાર સ્મૃતિ ચોક, સર્કિટ હાઉસની સામે, એરપોર્ટ રોડ, શાહિબાગ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી (વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને સાયન્સ ટેકનોલોજી) અર્જુભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તથા યુ.કે. સ્થિત 10 લાખ ગુજરાતીના પ્રતિનિધિ વિમલજીભાઈ ઓડેદરા, લેસ્ટર મહેર સમાજના પ્રમુખ સંજયભાઈ કારાવદરા, માલદેવ રાણા ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ તથા શિક્ષણ શ્રેષ્ઠી વીરમભાઈ ગોઢાણીયા, દુબઈથી ઈન્ટરનેશનલ ઉદ્યોગપતિ ગજરાજભાઈ રાણાવાય, મુંબઈથી યુવા ઉદ્યોગપતિ ધર્મેશભાઈ ગોઢાણીયા, અમદાવાદથી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના જોઈન્ટ એમ.ડી. નિલેશભાઈ ઓડેદરા, રાજકોટથી જાણીતા બિઝનેસમેન નાગેશભાઈ ઓડેદરા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા, ગાંધીનગરથી ડેપ્યુટી કલેક્ટર ભૂમિબેન કેશવાલા તથા ડેપ્યુટી ડાયરેક્ટર, નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, ગાંધીનગર અતુલભાઈ ખૂટી ઉપસ્થિત રહ્યા હતા.
દેશ-વિદેશમાંથી તેમજ મુંબઈ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ સહિત વિવિધ ગામોમાંથી પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત એડિશનલ કલેક્ટર જીતુભાઈ વદર દ્વારા કરવામાં આવ્યું હતું.
મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ મોઢવાડિયાએ રૂ. 1 કરોડ 11 લાખ 11 હજારનું માતબર દાન આપ્યું હતું તેમજ ભવનના નિર્માણમાં પણ તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આર્કિટેકચર અને એન્જિનિયરિંગનું આયોજન તેમણે જાતે કરી ભવ્ય આરોગ્ય ભવનનું નિર્માણ કરાવ્યું હતું.તેમણે ટ્રસ્ટના કાર્યકર્તાઓ, યુવા ટ્રસ્ટીઓ તથા તમામ મહેમાનોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રસ્ટના ઉપપ્રમુખ રામદેભાઈ મોઢવાડિયાએ દેશ-વિદેશ તથા ગામે ગામ જઈ ફાળો એકત્રિત કર્યો હતો અને સમગ્ર ટીમને સતત માર્ગદર્શન આપીને આરોગ્ય ભવનના નિર્માણમાં ખંતપૂર્વક મહેનત કરી હતી. તેમણે સ્વપ્નથી સફળતા સુધીની સફર તેમજ આરોગ્ય ભવન વિશે સમગ્ર સમાજને માહિતગાર કર્યા હતા અને તમામ દાતાઓ તથા મહેમાનોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.વિશેષ રૂપે મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદના પ્રમુખ અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયાના પિતાશ્રીની જીવનકથા ઉપર આધારિત લખાયેલ પુસ્તકનું મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું શીર્ષક છેમહેર સમાજ આરોગ્ય ભવનની સુવિધાઓસીવીલહોસ્પિટલથી5.0મીનિટના અંતરે આરોગ્ય ભવન આવેલું છે જે 20.000 ચોરસ મીટરમાં બનેલ છે જેમાં 3 માળ અને 21 રૂમો અને 2 જનરલ રૂમ(ડોરમેટ્રી રૂમ) તથા બે રસોડાની સુવિધા છે અને સાથેઅન્ડરગ્રાઉન્ડપાણીનીટાંકી21, 000 લીટર, ગરમપાણીમાટેહિટપંપ1, 000 લીટરની કેપેસીટીનો, ટી.વી., ઈન્ટરનેટ, ઇન્ટરકોમ, વાઈફાઈ, એ.સી. કનેકશન, લેટેસ્ટ ફાયર સિસ્ટમ, ટેરેસ ફલોરમાં 200 માણસોનો સમાવેશ માટે શેડ તથા તેની ઉપર સોલારિ સસ્ટમથી સજ્જ છે.
