ગુજરાતના વકીલો માટે ઐતિહાસિક નિર્ણય ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત રાજ્યના 280થી વધુ બાર એસો.નું આધુનિકરણ થશે

ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે. જે. પટેલએ બજેટમાં લેવાયેલા નિર્ણયને આવકાર્યો

સરકારે ગુજરાતના વકીલો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત રાજ્યના 280થી વધુ બાર એસો.નું આધુનિકરણ થશે. ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે. જે. પટેલએ બજેટમાં લેવાયેલા નિર્ણયને આવકારતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે, ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતના 1,25,000થી વધુ વકીલોના હિતમાં એક ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડ (વકીલ કલ્યાણ નિધિ) માટે રૂ.5 કરોડ અને બાર એસોસિએશનોના આધુનિકીકરણ તથા ડિજિટલાઇઝેશન માટે અંદાજે રૂ.1.75 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિજિટલ સશક્તિકરણનો નવો યુગ છે. જે. જે. પટેલે અગાઉ આ રજૂઆત કરી હતી. જે ગ્રાહ્ય રાખીને સરકારે આ ગ્રાન્ટ મંજૂર કરી છે. આ પહેલ અંતર્ગત ગુજરાતની તમામ 280થી વધુ બાર એસોસિએશનોને ટેકનોલોજીકલ રીતે સજ્જ કરવામાં આવશે. જે. જે. પટેલે આ અંગે ખાતરી આપતા જણાવ્યું છે કે, આ માત્ર એક ડિજિટલ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના વકીલ સમાજને વૈશ્વિક સ્તરની ટેકનોલોજીથી સજ્જ કરવાનો એક ઐતિહાસિક સંકલ્પ છે. સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થયાના ટૂંકા ગાળામાં જ આ તમામ સેવાઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર વકીલ મિત્રો માટે કાર્યરત કરી દેવામાં આવશે.આ નિર્ણયથી ગુજરાતનો કાયદાકીય વ્યાપ વધુ પારદર્શક, ઝડપી અને આધુનિક બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો વકીલો અને ન્યાયિક પ્રક્રિયાને મળશે.

રિલેટેડ ન્યૂઝ