સરકારના જાહેર વહીવટી વિભાગે પરિપત્ર બહાર પાડ્યો
ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ કરીને સાંસદો અને ધારાસભ્યો સાથે અધિકારીઓ દ્વારા ગેરવર્તન કરાતું હોવાનું અને તેમની રજૂઆત અને ફરિયાદો પર પુરતું ધ્યાન નહીં અપાતું હોવાની શાસક પક્ષ સહિતના સાંસદો-ધારાસભ્યોએ કરેલી ફરિયાદ બાદ આજે રાજ્ય સરકારે એક ખાસ પરિપત્રમાં મંત્રીઓ, ધારાસભ્યો તથા સાંસદોનું સન્માન નહીં જાળવન ઘર અને તેમના પ્રશ્નો અને રજૂઆતો તથા સુચનોનો યોગ્ય અમલ નહીં કરનાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલા લેવાશે તેવી ચેતવણી આપી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં જ વડોદરાના પાંચ ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વડોદરાના કલેક્ટર, પોલીસ કમિશ્નર તથા મ્યુનિ. કમિશ્નર સહિતના અધિકારીઓ યોગ્ય રીતે જવાબ આપતા નહીં હોવાનું અને તેમના કામો પ્રત્યે ગંભીરતા દર્શાવતા નહીં હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત -અનેક ધારાસભ્યોએ એવી પણ રજુઆત કરી હતી કે સરકારી કાર્યક્રમોમાં તેમને બોલાવાતા નથી અથવા તો યોગ્ય સ્થાન અપાતું નથી. સરકારી કચેરીઓમાં તેમની મુલાકાત દરમ્યાન યોગ્ય બેઠક વ્યવસ્થા, પ્રાથમિકતા અને ગંભીરતાથી વતંન હતું નથી
જે બાદ હવે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સાંસદો, ધારાસભ્યો સાથે શિષ્ટ વર્તન કરવા તેમની મુલાકાતો અને કામને પ્રાથમિકતા આપવા અને તેમનું સન્માન જળવાઇ તે રીતે તેમની સાથે વર્તન કરવા આદેશ અપાયો છે અને તેનું પાલન નહીં કરનાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલા લેવાશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.
