આજે વિશ્ર્વ ક્ષય દિવસ જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ અગ્રેસર : 2025 સુધીમાં 329 ગ્રામ પંચાયતો જાહેર થઈ ટીબી મુક્ત

વર્ષ 2025 દરમિયાન કુલ દર્દીઓ 892 સ્વસ્થ થયા : જૂનાગઢ જિલ્લામાં વણશોધાયેલા દર્દીઓ શોધવા 100 દિવસનું ખાસ અભિયાન શરૂ

“હા ! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ” ના દ્રઢ સંકલ્પ સાથે જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યો છે. વર્ષ 2025માં જિલ્લાની કુલ 493 પંચાયતો પૈકી 329 પંચાયતો (67%) ટીબી મુક્ત જાહેર થઈ ચૂકી છે. આવતીકાલે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસના અવસરે ટીબી મુક્તની દિશામાં શ્રેષ્ઠ કામ કરનાર પંચાયતોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવશે, સાથે જ વણશોધાયેલા દર્દીઓને શોધવા 100 દિવસનું વિશેષ અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
ટીબી મુક્ત ભારત અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સમગ્ર આરોગ્ય ટીમ ઘનિષ્ઠ પ્રયાસ કરી રહી છે. જિલ્લામાં ટીબીના ઝડપી અને ચોક્કસ નિદાન માટે બે ઈઇગઅઅઝ અને 8 ઝછઞગઅઅઝ મશીન દરેક તાલુકા કક્ષાએ ઉપલબ્ધ છે. જેમા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મશીન દ્વારા ટીબીના રોગનું તાલુકા તથા જિલ્લા કક્ષાએ તપાસ અને નિદાન કરવામાં આવે છે. તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગનું નિદાન તથા સારવાર થાય છે.
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે 50 બેડનો ટીબી વોર્ડ પણ કાર્યરત છે. તેમજ 100000 ની વસ્તી એ 3000 થી વધારે ગળફાનું તપાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના જોખમી વિસ્તારોમાં ઘરે જઈને એક્સ રે દ્વારા પણ નિદાન કરવામાં આવે છે. તેમજ 10 સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ એક્સરે મશીન દ્વારા નિદાન કરવામાં આવે છે
આ અભિયાન હેઠળ તમામ ટીબી દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે અને જરૂર મુજબ પોષણ સહાય પણ આપવામાં આવે છે, જેથી દર્દી ઝડપથી સાજા થઈ શકે. સરકાર દ્વારા ટીબી દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને રોગથી બચાવવા માટે પ્રિવેન્ટિવ થેરેપી (ઝઙઝ) પણ આપવામાં આવે છે. સાથે સાથે નિક્ષય મિત્ર યોજના દ્વારા સામાન્ય નાગરિકો, સંસ્થાઓ અને સ્વયંસેવકો દર્દીઓને દત્તક લઈ તેમને પોષણ અને અન્ય જરૂરી સહાય પૂરી પાડે છે. આ યોજના દ્વારા સમાજની ભાગીદારી વધે છે અને દર્દીઓના સારવાર પરિણામોમાં સુધારો થાય છે.
ટીબી મુક્ત પંચાયત જેવી પહેલ દ્વારા ગ્રામ સ્તરે પણ ટીબી સામે લડત મજબૂત બનાવવામાં આવી રહી છે, જેમાં ગામોને “ટીબી ફ્રી” તરીકે પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ તમામ પ્રયત્નોથી દેશમાં ટીબીના કેસોમાં ઘટાડો અને સારવારના દરમાં વધારો નોંધાયો છે. આમ, સરકાર અને જનભાગીદારી સાથે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને જાગૃતિ દ્વારા ટીબી મુક્ત ભારતનું સપનું સાકાર થઈ શકે છે.
વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા 100 દિવસનું “ટીબી ડિટેકશન કેમ્પિંગ” શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં છુપાયેલા ટીબીના દર્દીઓને શોધી, તેમને વહેલી તકે સારવાર પર મૂકી મૃત્યુદર ઘટાડવાનો છે. આ અભિયાન અંતર્ગત આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો દ્વારા “કોલેનેટરી મેપિંગ” કરી 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ અને કુપોષિત વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે. જો કોઈને 2 અઠવાડિયાથી વધુ ખાંસી, તાવ કે વજનમાં ઘટાડો જેવા લક્ષણો જણાય તો, તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા ક્ષય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. સરકાર દ્વારા સાદા ટીબી માટે 6 માસ અને હઠીલા ટીબી (ઇઙઅકખ) માટે 6.5 માસની સારવાર સંપૂર્ણ મફત આપવામાં આવે છે. જે નાગરિકો નિક્ષય મિત્ર તરીકે જોડાઈને દર્દીઓને મદદ કરવા ઈચ્છતા હોય તેઓ જિલ્લા ક્ષય અધિકારીના ફોન નં. 7567884999 પર સંપર્ક કરી શકે છે.
ટીબી મુક્ત 329 પંચાયતોને
સન્માનિત કરવામાં આવશે
વર્ષ 2025 દરમિયાન જૂનાગઢ જિલ્લાની આંકડાકીય માહિતી જોઇએ તો, કુલ દર્દીઓ 892 સ્વસ્થ થયા છે. જૂનાગઢ જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે થયેલી કામગીરીના પરિણામે વર્ષ 2025 સુધી માં કુલ 493 પંચાયતો પૈકી 329 (67%) પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ 118 પંચાયતોને ગોલ્ડ, 120ને સિલ્વર અને 91 પંચાયતોને બ્રોન્ઝ સર્ટિફિકેટ આવતી કાલે એનાયત કરવામાં આવશે.
ટીબીના દર્દીઓની વહારે ’નિક્ષય મિત્ર’ : જૂનાગઢના કલેક્ટર અને ડીડીઓ. જોડાયા આ જન આંદોલનમાં
નિક્ષય મિત્ર યોજના દ્વારા સામાન્ય નાગરિકો, સંસ્થાઓ અને સ્વયંસેવકો દર્દીઓને દત્તક લઈ તેમને પોષણ અને અન્ય જરૂરી સહાય પૂરી પાડે છે. આ યોજના દ્વારા સમાજની ભાગીદારી વધે છે અને દર્દીઓના સારવાર પરિણામોમાં સુધારો થાય છે. ત્યારેબઆ ભગીરથ કાર્યમાં જનભાગીદારી વધારવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ પોતે ’નિક્ષય મિત્ર’ બની આ જન આંદોલનમાં જોડાયા છે.

રિલેટેડ ન્યૂઝ