હિમાલયન સમર્પણ ધ્યાનયોગના સ્થાપક પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની ‘વર્લ્ડ મેડીટેશન એક્સપર્ટ કમિટી’માં નિમણૂક
આધ્યાત્મિક જ્ઞાન અને સમાજસેવાના યોગદાનને માન આપીસ્વામીજીને 25-26 માર્ચ, 2026, દક્ષિણ કોરિયાના સેઓલ માં યોજાયેલા સેક્ધડ ‘વલ્ર્ડ મેડીટેશન ડે’ ફોરમમાં વિશિષ્ટ વક્તા તરીકે આમંત્રિત કર્યા
ગાંધીનગર (ગુજરાત) નજીક મહુડી રોડ પર કેન્દ્ર ધરાવતા હિમાલયન સમર્પણ ધ્યાનયોગના સ્થાપક પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને વર્લ્ડ મેડીટેશન ફાઉન્ડેશન દ્વારા તેની પ્રતિષ્ઠિત વર્લ્ડ મેડીટેશન એક્સપર્ટ કમિટીમાં સભ્ય તરીકે મનોયોગપૂર્વક નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ ભારતની આધ્યાત્મિક આગેવાની અને વૈશ્વિક માન્યતાનો મહત્વનો તબક્કો છે.
પૂજ્ય સ્વામીજીના આધ્યાત્મિક જ્ઞાન અને સમાજસેવાના યોગદાનને માન આપી, વર્લ્ડ મેડીટેશન ડે કમિટી અને જુંગટો સોસાયટીએ તેમને વિશિષ્ટ વક્તા તરીકે 25-26 માર્ચ, 2026, દક્ષિણ કોરિયાના સેઓલ સ્થિત જુંગટો સોશ્યલ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલા સેક્ધડ ‘વલ્ર્ડ મેડીટેશન ડે’ ફોરમમાં આમંત્રિત કર્યા છે.
હિમાલયમાં વર્ષો સુધી કરેલા ઊંડા સાધનાથી પ્રાપ્ત થયેલું પરમ જ્ઞાન, પૂજ્ય સ્વામીજીએ છેલ્લા 31 વર્ષોથી સમાજને હિમાલયન સમર્પણ ધ્યાન દ્વારા પહોંચાડ્યું છે. આજે 72 દેશોના સાધકો હિમાલયન સમર્પણ ધ્યાન દ્વારા આધ્યાત્મિક અને સર્વાંગી વિકાસનો અનુભવ કરી રહ્યા છે-જે તેમની વૈશ્વિક અસરનું જીવંત પ્રમાણ છે.
