માલગાડીની પણ ગતિ વધવાથી વેપાર-ઉદ્યોગને મળશે વધુ વેગ
ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષેત્રીય વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચને મંગળવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં કુલ રૂ.891 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ડિવિઝન માટે ગૌરવ સમાન રૂ.257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ ’કાનાલુસ – જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ અવસરે જામનગર રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. બાપોરે ત્રણ વાગ્યે આ પ્રોજેક્ટ નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.જેમાં જામનગરમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ , રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા , ડીઆરએમ સહિત ના અધિકારીઓ ,આગેવાનો ઉપસ્થિત રહેશે.
કાનાલુસ-જામનગર ડબલિંગ થી ટ્રેનોના પરિચાલનમાં વિલંબ ઘટશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. ક્ષમતામાં વધારો થશે.એટલેકે માલગાડીઓ ની ગતિ વધવા થી સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને મોટો વેગ મળશે. આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના સામાજિક-આર્થિક પરિવર્તનનું નવું પ્રકરણ લખશે.
