151 કિલોની કેક કટીંગ કરાઈ, સોનાના વાઘાનો શણગાર
1008 કિલો પુષ્પોથી અભિષેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ,લોક ડાયરો સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી સાળંગપુર ખાતે હનુમાન જયંતી ની ઐતિહાસિક ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ.ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી કરાઈ. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે લાખોની સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે તમામ સુવિધા પૂરી પાડવા આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા કરી હતી. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા.કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી,લાઈટ,સાઉન્ડ શો, સમુહ આરતી કિંગ ઓફ સાળંગપુર ખાતે હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી કરી હતી. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સત્સંગ લોકડાયરો,આતશબાજી કરવામાં આવી હતી,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કર્યુ હતુ. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શ્રી કષ્ટભંજનદેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
