અમદાવાદમાં ખેતી બેન્ક દ્વારા કર્મચારીઓને સમારોહમાં કાયમી નિમણૂકના ઓર્ડર અપાયા

ખેતી બેંક દ્વારા કર્મચારી સશક્તિકરણ, સામાજિક જવાબદારી અને પેરણાને ધ્યાનમાં રાખીને તા.1-4-2026 ના રોજ વિવિધ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યા હતાં. અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસે આવેલ લાયન્સ હોલ ખાતે બેંકના પ્રોબેશન ઉપર રાખેલ કર્મચારીઓ માટે પ્રેરણાત્મક મોટીવેશનલ કાર્યક્રમ રાખી બેંકમાં કાયમી નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતાં.
ખેતી બેંકના પ્રથમ કાર્યક્રમમાં સ્વર્ણિમ સકુલ, ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને બેંક્માંથી લોન મેળવેલ અને અવસાન પામેલ ખેડૂત ખાતેદારના એક પરિવારને રૂ. 11 લાખ અને બે પરિવારોને રૂ. 5 લાખના અકસ્માત સહાય ચેકનુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું આવ્યું હતું. જે ખેતી બેંકની સંવેદના, જવાબદારી અને કરુણાભાવને વ્યક્ત કરે છે.આ જ કાર્યક્રમમાં બેંકના 5 દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા, 50 જે બેંકની સમાવૈશિતા અને સમાન તકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ઉજાગર કરે છે. અન્ય એક કાર્યક્રમમાં લાયન્સ હોલ, મીઠાખળી, અમદાવાદ ખાતે બેંકમાં તા.1-3-2025 થી નવી નિમણુંક પામેલ 202 કર્મચારીઓને તેમની ખુબ સારી કામગીરી અને સમર્પણની કદર કરી તા.1-4-2026 થી કાયમી નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ ખેતી બેંકના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચાની દૂરંદેશી, સફળ નેતૃત્વ અને બેંકના સંચાલક મંડળના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો, જે ખેતી બેંકને સતત પ્રગતિ કરવાની ઉત્કૃષ્ટતા અને નવીનતા તરફ દોરી રહ્યું છે.આ પ્રસંગે બેંકના સંચાલક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે, “ખેતી બેંક માત્ર એક કાર્યસ્થળ નથી, પરંતુ એક પરિવાર છે, જ્યા વિકાસ, સહકાર અને મૂલ્યો સાથે આગળ વધે છે.”

રિલેટેડ ન્યૂઝ