રાજકોટમાં 12.49 લાખના ચોરીથી ગુમ થયેલા 71 મોબાઇલ શોધી કાઢયા

ક્રાઇમ બ્રાંચની તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચની ટીમે માર્ચ મહિના દરમિયાન અરજદારોના ગુમ થયેલા અને ચોરી થયેલા રૂ.12.49 લાખની કિંમતના 71 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. બાદમાં તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત આ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત અપાવામાં આવ્યા હતાં.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, એસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના દ્વારા હેઠળ શહેરમાંથી ચોરી અને ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા અને મૂળ માલિકને પરત અપાવવા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાના અનુસંધાને એસીપી ક્રાઇમ બી.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચની ટેકનીકલ ટીમે તપાસ કરી સીઆર પોર્ટલ પર સતત મોનિટરિંગ કરી માર્ચ મહિના દરમિયાન રૂપિયા 12.49 લાખની કિંમતના 71 મોબાઈલ ફોન શોધી કાઢયા હતાં. બાદમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મોબાઇલ ફોન મૂળ માલિકને પરત અપાવમાં આવ્યા હતા. આ કામગીરીમાં એએસઆઈ એમ.જે .અડતરિયા અને કોન્સ્ટેબલ નગ્માબેન સુમરા સાથે રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ