શીલ પોલીસના સાયબર ક્રાઈમના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો

આરોપી પાસેથી બેંકોની 25 પાસબુકો તથા 43 એટીએમ, 23 સીમકાર્ડ તેમજ 5 મોબાઈલ મળી આવ્યા

શીલ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ મેમનગર ખાતેથી જૂનાગઢ એસ.ઓ.જી. એ અલગ-અલગ બેંકોની 25 પાસબુકો તથા 43 એટીએમ, 23 સીમકાર્ડ તેમજ 5 મોબાઈલ સાથે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, શીલ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમના ગુનામાં આરોપી કેવીન રમેશભાઇ દેકીવાડીયા (ઉ.વ.28, રહે જૂનાગઢ) છેલા એક વર્ષથી નાસતો-ફરતો હતો, અને આરોપી અમદાવાદમાં ઓકસફોર્ડ ટાવર, બી બ્લોક, 303, મેમનગર ખાતે મકાન ભાડે રાખીને રહેતો હોય તેવી એસ.ઓ.જી.ને ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમ તાત્કાલિક મેમનગર ખાતે પહોંચી, બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કેવીન રમેશભાઇ દેકીવાડીયા મળી આવતા તેને પકડી પાડવામાં આવેલ હતો, અને આરોપી પાસેથી અલગ-અલગ બેંકોની પાસબુકો નંગ-25 તથા એટીએમ કાર્ડ નંગ-43, સીમકાર્ડ નંગ-23 તેમજ મોબાઈલ નંગ-5 મળી આવતા, આ તમામ મુદામાલ જપ્ત કરી, જુનાગઢ લાવી, આરોપી સામે મળી આવેલ અલગ અલગ બેંકોની પાસબુક તથા એ.ટી.એમ. તેમજ સીમ કાર્ડ મુદ્દામાલ બાબતે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અલગથી જાણવાજોગ દાખલ કરવા તજવીજ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ