સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5% મતદાન : અનેક જગ્યાએ EVM ખોટકાયાં

લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથીવધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે છ મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો મતદાન એક જ દિવસે છે આજે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે

આજે 17 માંથી 15 મહાનગરપાલિકા 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે જોકે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બુધ સુધી પહોંચાડવા રાજકીય પક્ષો એ દોડધામ કરવી પડશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયાને એક કલાક પૂર્ણ થતા આંકડા પણ સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી ઘણી બેઠકો એવી રહી છે જ્યાં મતદાન લગભગ એક કલાક થયા છતાં શરૂ નથી થયું કેમકે એવીએમમાં ગરબડ થઈ ગઈ હતી જો કે સરેરાશ બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં પાંચ ટકા જેટલો મતદાન નોંધાયો છે

રિલેટેડ ન્યૂઝ