ગુજરાતમાં ગત વર્ષે દરિયાઈ મત્સ્ય ઉત્પાદન અંદાજે 6.43 લાખ ટન નોંધાયું

15 ટકાના ઘટાડા સાથે ટોચનું સ્થાન ગુમાવ્યું

ગુજરાત દરીયાઇ મત્સ્ય ઉત્પાદન વર્ષ 2025 માં ગુજરાતે અંદાજે 6.43 લાખ ટન દરિયાઈ માછલીનું ઉતરાણ નોંધાવ્યું હતું, જે 15 ટકા નો ઘટાડો દર્શાવે છે અને તે સાથે ગુજરાતે મત્સ્ય ઉત્પાદન નું ટોચનું સ્થાન ગુમાવેલ છે. આ અંગે વેરાવળમાં આવેલા કેન્દ્રીય સમુદ્રી માત્સ્યિકી કચેરી ના વૈજ્ઞાનિક દ્વારા જણાવેલ કે, વર્ષ 2025 માં ગુજરાતે અંદાજે 6.43 લાખ ટન દરિયાઈ માછલીનું ઉતરાણ નોંધાવ્યું હતું, જે 15 ટકા નો ઘટાડો દર્શાવે છે આ ઘટાડો મુખ્યત્વે પ્રતિકૂળ હવામાનને કારણે માછીમારીના દિવસોમાં ઘટાડો, ઓપરેશન સિંદૂર હેઠળ મે ના મધ્યમાં પ્રતિબંધ, જૂન-મધ્ય ઓગસ્ટમાં માછીમારી પર લંબાવાયેલો પ્રતિબંધ, સતત ખરાબ હવામાન અને ચક્રવાત શક્તિથી થતા વિક્ષેપોને કારણે થયો હતો. 16 ટકા ઘટાડા છતાં રિબનફિશ અગ્રણી સંસાધન રહ્યું, જ્યારે બોમ્બે ડક, સેફાલોપોડ્સ અને રોક કોડ્સ નજીવો વધારો નોંધાયેલ છે આ સિવાય મોટાભાગના અન્ય સંસાધનોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ક્વાર્ટર સિવાય તમામ ક્વાર્ટરમાં લેન્ડિંગમાં ઘટાડો થયો છે, જેમાં ગીર સોમનાથ 37 ટકા, પોરબંદર 16 ટકા અને જૂનાગઢ 14 ટકા નો હિસ્સો સૌથી વધુ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ