વડોદરા ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ‘સરદારધામ-3’ ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ વતી રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. દેશના સર્વાંગી વિકાસ, યુવા શક્તિના સશક્તિકરણ અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક ગૌરવમાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં આપેલા ‘વોકલ ફોર લોકલ’ અને ‘વેડિંગ ઇન ઇન્ડિયા’ જેવા સંદેશોને આવકારતા રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનો, ભારતીય સંસ્કૃતિ અને દેશની આર્થિક શક્તિને પ્રોત્સાહન આપવું આજની સમયની માંગ છે. પ્રસંગે જાહેર કરાયેલી રૂ. 500 કરોડની ‘સરદારધામ શિક્ષણ સહાય યોજના’ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ખમૈયા કરો સુર્યદેવતા, એક માસમાં 98 રાહદારીઓ અને રોજના 170 પશુ-પક્ષી આકરા હીટવેવની ઝપટે
રાજકોટમાં પારો 44 ડીગ્રીની નીચે ઉતરતો જ નથી, શહેર બની રહ્યુ છે અગનભઠ્ઠી હવામાન ખાતાએ હજુ... -
રાજકોટમાં યુવક પર કૌટુંબીક જમાઈ સહિતે હુમલો કરતા ફરિયાદ
છોડાવવા વચ્ચે પડતા પત્ની-સાસુને ઈજા ઉદયનગર નજીક યુવકને કૌટુંબિક જમાઈ અને તેના મિત્રોએ ઢીકાપાટુનો મારમારી છરી... -
રાજકોટ આજીડેમ નજીક કારખાનામાં લાગેલ આગ પાંચ કલાકે કાબુમાં આવી
વેસ્ટ માલમાં આગ લાગતા મચી દોડધામ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ...
