20667 કરોડનો ખર્ચ : 4 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
ગુજરાતને મળ્યો ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ-ધોલેરા વચ્ચે બનશે 134 કિમી લાંબો બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર રૂા.20,667 કરોડના ખર્ચે વિકસિત થશે દેશનો પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ – નમો ભારત ટ્રેનોનું થશે સંચાલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતા અમદાવાદ (સરખેજ)-ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે રૂા. 20,667 કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો દોડાવવામાં આવશે.
લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (જઈંછ), આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તેમજ લોથલ સ્થિત નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને અત્યાધુનિક રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક અને સંચાલન ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે. આ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઇન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહી છે. સ્વદેશી ટેક્નોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.
મંડળ રેલ પ્રબંધક (ઉછખ), ભાવનગર દિનેશ વર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી અને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવેને આ ઐતિહાસિક પ્રોજેક્ટના અમલીકરણનો ગૌરવ પ્રાપ્ત થયો છે. 134 કિલોમીટર લાંબો આ કોરિડોર એક્સપ્રેસવેની સમાનાંતર નવી એલાઇનમેન્ટ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી આપશે. યાત્રિયોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની સુવિધા મળશે તેમજ ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારને નવી ગતિ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે. પ્રથમ વખત વિશ્વમાં કોઈ સેમી હાઈ-સ્પીડ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે બ્રોડ ગેજ ટ્રેક પર દોડશે. સમગ્ર પ્રોજેક્ટ અને ટ્રેન સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા ટેક્નોલોજી પર આધારિત હશે. ટ્રેનોમાં અત્યાધુનિક ઊંફદફભવ 5.0 સુરક્ષા પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે, જે સુરક્ષા અને ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શનના નવા ધોરણો સ્થાપિત કરશે.
