રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પાંચમુ પગાર પંચ મેળવતા કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો

જુલાઇ-૨૦૨૧થી જાન્યુઆરી-૨૦૨૪ સુધીનું એરિયર્સ ચૂકવાશે

રાજ્ય સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવનારા બાકી રહેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (ડીએ) વધારવાનો મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાણાં વિભાગ્ો ગઇ કાલે ૨ જૂનના રોજ આ અંગ્ો ઠરાવ જાહેર કરતાં કર્મચારીઓન્ો વધારેલા દૃરે મોંઘવારી ભથ્થું ચૂકવવાની મંજૂરી આપી છે. સાથે જ અગાઉના સમયગાળાના બાકી એરિયર્સ પણ તબક્કાવાર ચૂકવવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ સરકારના નિર્ણય મુજબ પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓન્ો ૧ જુલાઇ ૨૦૨૨થી ૩૯૬ ટકા, ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ૪૧૨ ટકા, ૧ જુલાઇ ૨૦૨૩થી ૪૨૭ ટકા અને ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૪૪૩ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. વધારેલા દૃરનો લાભ કર્મચારીઓન્ો જૂન-૨૦૨૬ના પગાર સાથે મળશે.
મહત્વની બાબત એ છે કે, ૧ જુલાઇથી, ૨૦૨૧થી ૧ જાન્યુ. ૨૦૨૪ સુધીના સમયગાળા મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ કર્મચારીઓન્ો હપ્તાવાર ચૂકવવામાં આવશે. આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ સુધી મર્યાદિૃત નહીં રહે. પંચાયત સ્ોવા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા ત્ોમજ અનુદૃાનિત અને બિનઅનુદૃાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓન્ો પણ વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

રિલેટેડ ન્યૂઝ