વન વિભાગના ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશે:મોઢવાડિયા
જૂનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદૃાજે ૫૦માં પગથિયા નજીક એક અત્યંત દૃુ:ખદૃ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના ૧૧ વર્ષીય મયુર ચૌહાણ ઉપર િંસહે હુમલો કર્યો હતો. જેમાં બાળકનું દૃુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપ્ાૂર્ણ બ્ોઠક યોજાઇ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બ્ોઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બન્ો ત્ો સંદૃર્ભે ગહન ચર્ચા કરી કેટલા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદૃનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાન્ો તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદૃ અન્ો આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેિંટગ પ્રોસિજર (એસઓપી) ત્ૌયાર કરી ત્ોનો અમલ કરવામાં આવશે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અને દૃાતાર સીડી માર્ગન્ો ‘સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવશે, જેથી વળી, સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગના ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશે.
