ઉનાની અદાલતનો ચુકાદો: 4 લાખનું વળતર ચૂકવવા નો હુકમ, નહીં ભરે તો વધુ જેલવાસ
ખાતે સેક્ધડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નીરજ કુમાર યાદવની અદાલતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સ કેસમાં દેલવાડા ખોજાવાડાના સાદીકભાઈ ઇસ્માઇલ ભાઈ મન્સુરીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. વળતરની રકમ નહીં ચૂકવે તો કાયદાની જોગવાઈ મુજબ વધારાની કેદ ભોગવવાની રહેશે.
કેસની હકીકત મુજબ સૈયદરાજપરાના સુકી મચ્છીના વેપારી રામભાઈ ચીનાભાઈ બાંભણિયાએ વર્ષ 2023 દરમિયાન આરોપીને કુલ રૂ. 9,24,022ની સુકી મચ્છી ઉધારમાં વેચી હતી. આ લેણાની ચુકવણી માટે આરોપી એ રૂ. 1-1 લાખના કુલ ચાર ચેક આપ્યા હતા, પરંતુ તમામ ચેક બેંકમાં રજૂ કરતા પરત ફર્યા હતા. કાનૂની નોટિસ પાઠવ્યા છતાં ચુકવણી ન થતાં ફરિયાદઅદાલત માં દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી તરફેથી એડવોકેટ પી.બી. બારૈયાએ કેસ ચલાવ્યો હતો, બંને પક્ષોના પુરાવા, દસ્તાવેજો અને દલીલોનું મૂલ્યાંકન કર્યા બાદ સેક્ધડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નીરજ કુમાર યાદવે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
