ગુજરાત અન્ો વિદૃેશમાં વસતા ગુજરાતીઓ વચ્ચેનો સંબંધ માત્ર ઔપચારિક ન રહેવો જોઈએ:સંઘવી

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની જાપાન મુલાકાત દૃરમિયાન કોબે ખાતે વસતા ગુજરાતી અને ભારતીય સમુદૃાય સાથે વિશેષ સંવાદૃ સાધ્યો હતો. વર્ષ ૧૯૦૪થી અવિરત કાર્યરત અને ૧૨૦ વર્ષથી વધુનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા ઐતિહાસિક ‘કોબે ઇન્ડિયા ક્લબ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા પહેલાં તેમણે ક્લબની નજીક આવેલા પવિત્ર જૈન દૃેરાસરની મુલાકાત લઈ દૃર્શન-અર્ચન કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ જૈન દૃેરાસરના દૃર્શન કરી લીધા આશીર્વાદૃ:જાપાનના કોબ્ો ખાત્ો ૧૨૦ વર્ષ જૂના ઐતિહાસિક ‘ઇન્ડિયા કલબમાં હર્ષ સંઘવીએ ગુજરાતી સમુદૃાયન્ો સંબોધિત કર્યો

ઇન્ડિયા ક્લબ ખાતે ઉપસ્થિત સમુદૃાયને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને વિદૃેશમાં વસતા ગુજરાતીઓ વચ્ચેનો સંબંધ માત્ર ઔપચારિક ન રહેવો જોઈએ. તેમણે આહવાન કર્યું કે દૃર બે વર્ષે આવતા ડેલિગેશનના માત્ર સ્વાગત કરવાથી એક ડગલું આગળ વધીને સતત સંવાદૃ જળવાઈ રહે તેવું મજબૂત માળખું તૈયાર કરવું જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે કોબે અને જાપાનમાં વસતા ભારતીય સમુદૃાયે પોતાની વર્ષોની મહેનતથી સ્થાનિક સ્તરે જે વિશ્ર્વાસ અને સન્માન પ્રાપ્ત કર્યું છે, તેનો લાભ ગુજરાતના સ્જીસ્ઈ અને નાના-મોટા ઉદ્યોગોને મળવો જોઈએ. સ્થાનિક સ્તરે એવું પ્લેટફોર્મ વિકસાવવામાં આવે કે જેથી ગુજરાતના ઉદ્યોગોને જાપાનમાં નવા વ્યાપારી ભાગીદૃારો અને બિઝનેસ તકો મળી શકે. આ દિૃશામાં ગુજરાતનો ઉદ્યોગ વિભાગ તેમજ ભારતીય દૃૂતાવાસ સંકલન સાધીને સંપૂર્ણ સહયોગ આપશે. આગામી દિૃવસોમાં આ સંયુક્ત પ્રયાસો થકી બંને પક્ષે નક્કર આર્થિક પરિણામો અને ભાગીદૃારી જોવા મળશે તેવો તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિદૃેશમાં રહીને પણ પોતાની માતૃભૂમિ અને વતન ગુજરાત સાથે સતત જોડાઈ રહેલા અને સામાજિક ક્ષેત્રે અવિરત યોગદૃાન આપતા પ્રવાસી ગુજરાતી પરિવારોની સેવાભાવનાને તેમણે બિરદૃાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને સમુદૃાયના સભ્યોએ નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરી ગુજરાત સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધો વધુ સુદ્રઢ બનાવવાની ખાતરી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ