અકસ્માત ઝોન બનતા રાહદારીઓ પણ પરેશાન: સ્પીડ બ્રેકર મૂકવા ઉઠી માંગ
ઊના તાલુકા નું કેસરીયા ગામ અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે તેનું મુખ્ય કારણ હોય તો કેસરીયા થી દીવ તરફ જતા રસ્તા પર એક પણ સ્પીડ બ્રેકર ના હોવા થી અકસ્માતો વારંવાર સર્જાય છે ગત 19 ઓક્ટોબરે ગમખ્વાર અકસ્માત માં 2 સગાભાઈ સહિત 3 ના મોત નીપજ્યા હતા બાદ માં ગ્રામજનો એ પણ 22 નવેમ્બર ના ઉના પ્રાંત કચેરી એ સ્પીડ બ્રેકર મૂકવાની લેખિત રજૂઆત કરી પણ તંત્ર તરફ થી હૈયા ધારણા આપવામાં આવી પણ સ્પીડ બ્રેકર મુકાયા નહીં ત્યારે દીવ તરફ થી આવતા પૂરપાટ વાહનો છાશ વારે અકસ્માત સર્જતા હોય છે.
બીજી તરફ કેસરીયા ગામ ની પ્રાથમિક શાળા પણ દિવ રોડ પર આવેલ હોય તેથી શાળા છૂટ્યા બાદ વિધાર્થી ઓ પણ આ રોડ ક્રોસ કરવામાં સતત અકસ્માત ના ડર થી રોડ ક્રોસ કરતા હોય છે. તંત્ર સ્પીડ બેકર બનાવતા ના હોય અંતે શાળા ના શિક્ષકો એ વિધાર્થીઓને અકસ્માત થી બચવા માટે ધોરણ 8 ના વિધાર્થી ઓનું એક ગ્રુપ બનાવ્યું અને શાળા સાંજે છૂટ્યા બાદ વિધાર્થી અને વિધાર્થિનીઓ માનવ સાંકળ રચી રોડ પર ઊભા રહી જાય છે અને બન્ને સાઇડ નો વાહન વ્યવહાર થોડીવાર માટે બંધ કરી આપે છે
શાળા ના તમામ વિધાર્થી ઓ રોડ ક્રોસ કર્યા પછી પુન:વાહન વ્યવહાર શરૂ થાય છે આમ 15 મિનિટ સુધી વિધાર્થીઓ માનવ સાંકળ રચી ને શાળા ના અન્ય વિધાર્થી ઓને રોડ ક્રોસ કરાવતા હોય છે ત્યારેવિધાર્થી, વાલી અને શાળા ના શિક્ષકો નીએકજ માંગણી છે કે દિવ રોડ પર થી પૂરપાટ ઝડપે આવતા વાહનો ની સ્પીડ ને નિયંત્રણ કરવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે બીજી તરફ વાલી પણ પોતાના વહાલસોયા ને સવારે અને સાંજે મૂકવા આવે છે તેનું મુખ્ય કારણ અકસ્માત માં કોઈ અઘટિત ઘટના ના બને તેની સતત ચિંતા વાલી ઓમા પણ જોવા મળે છે.
અમારી શાળા રોડની નજીક છે: ભાવેશભાઈ મોરી
અમારી શાળા દિવ રોડ ટચ હોવાથી અકસ્માત નો ભય રહે છે તેમ શિક્ષક ભાવેશભાઈ મોરીએ જણાવ્યું હતું અને કેસરીયા પ્રાથમિક શાળા માં 300 થી વધુ વિધાર્થી અભ્યાસ કરવા આવે છે અને શાળા દિવ રોડ ટચ હોવા થી અહીં થી વાહનો પૂરપાટ પસાર થાય છે અકસ્માત થવાના ડર થી શાળા ના આચાર્ય એ ધોરણ 8 ના વિધાર્થી નું ગ્રુપ બનાવ્યું છે અને શાળા ના સમય બાદ વિધાર્થીઓ માનવ સાંકળ રચી નાના બાળકો ને રસ્તો પાસ કરાવી આપે છે અહીં સ્પીડ બ્રેકર મૂકવાની ખાસ જરૂર છે અને આચાર્ય એ રજૂઆત પણ કરી છે.
બાળકોને નિશાળે લેવા- મૂકવા આવું છું : વાલી મોંઘીબેન
નિશાળ પાસે થી દીવ તરફ જવાનો રસ્તો હોય અને અકસ્માત ની બીક લાગે છે તેથી હું સવારે મારા બાળકો ને મૂકવા અને સાંજે લેવા આવું છું આ રોડ પર થી વાહનો પૂરપાટ જતા હોય છે તેથી અકસ્માતની બીક લાગે છે.
અહીં અકસ્માત વધુ થાય છે : છાત્રા
બાળકો અકસ્માત નો ભોગ ના બને તે માટે માનવ સાંકળ બનાવી ઊભા રહીએ છીએ તેમ અંજલિબેને જણાવ્યું હતું.વધુમાં કહ્યું હતું કે અમારા રોડ પર અકસ્માત બહુ થાય છે અકસ્માત માં બાળકો ને નુકશાન ના થાય તે માટે માનવ સાંકળ બનાવી ને ઊભા રહીએ છીએ.
