સભા સ્થળેથી બસના રૂટ તરફ જતાં રસ્તામાં ચક્કર આવતા પડી જતા મોત
ધોરાજી થીસોમનાથ સ્વભિમાન યાત્રા માં સોમનાથ ગયેલા ધોરાજીના મહિલાનું મૃત્યુ થયું હતું.આજ રોજ ધોરાજીથી સોમનાથ સ્વાભિમાન યાત્રામાં ધોરાજીથી સવારે 36 નંબરની રૂટ ની એસટી બસમાં વહેલી સવારે ગયેલ રમાબેન જયંતીભાઈ ચવાડીયા ઉંમર વર્ષ 60 તેમની સાથે અન્ય લોકો પણ એસટી બસમાં સ્વાભિમાન યાત્રામાં જવા માટે નીકળેલા હતા. જ્યાં સ્વાભિમાન યાત્રામાં સભા સ્થળે સભા પૂર્ણ કર્યા બાદ બસના રૂટ તરફ પરત ફરી રહેલ જે દરમિયાન રસ્તામાં કોઈ કારણોસર રમાબેન ચવાડીયા ને ચક્કર આવી જતા પડી ગયેલ જેને તાત્કાલિક સાથેના લોકોએ સ્થાનિક હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર એ તેમને મૃત જાહેર કરેલ હતા અને તેમને પોસ્ટ મોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરી આપવામાં આવ્યા હતા. મૃતક ના મૃતદેહ ને ધોરાજી સરકારી હોસ્પિટલ પીએમ અર્થ લઈ આવેલ .પીએમ બાદ મોત નું સાચું કારણ બહાર આવી શકે . મૃતક રમાબેનને પરિવારમાં એક દીકરો અને બે દીકરીઓ છે. આ સંતાનો પરિણીત છે. ધોરાજી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.
