વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ‘કાર્બનથી પાક સુધી: હરિત અણુઓ વધુ ઉત્પાદન’ વિષય પર સેમિનાર યોજાયો

બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આજે કાર્બનથી પાક સુધી: હરિત અણુઓ, વધુ ઉત્પાદન વિષય પર સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આજના સાંપ્રત સમયમાં વૈશ્વિક હવામાન પરિવર્તન અને વધતી જતી ખોરાકની માંગ વચ્ચે કૃષિ ક્ષેત્ર માટે નવીન અને ટકાઉ ઉપાયો તેમજ હરિત ઊર્જા તરફના પ્રયાસો અત્યંત મહત્વના બન્યા છે. કાર્બનથી પાક સુધીની વિચારધારા એ એવો નવીન અભિગમ છે, જેમાં હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અથવા ઉદ્યોગોમાંથી નીકળતા કાર્બનનો ઉપયોગ કરીને ખેતી માટે ઉપયોગી હરિત અણુઓ (ૠયિયક્ષ ખજ્ઞહયભીહયત) તૈયાર કરવામાં આવે છે.
સેમિનારમાં વિવિધ વક્તાઓ દ્વારા હરિત ઉર્જા સંબંધિત પ્રયાસો તેમજ ભવિષ્યમાં કેવા પ્રયાસો હાથ ધરી શકાય તે અંગે જણાવ્યું હતું . તેમજ કાર્બનને જવાબદારી નહીં પરંતુ તક તરીકે જોઈને ગ્રીન એનર્જીનો સ્ત્રોત બનાવવો જોઈએ.
ઉપરાંત, હરિત અણુઓનો ઉપયોગ જૈવ ખાતર, બાયોસ્ટિમ્યુલન્ટ્સ, માટી સુધારક તત્ત્વો અને પાક વૃદ્ધિ પ્રોત્સાહક રૂપે થાય છે. પરિણામે જમીનની ઉપજ ક્ષમતામાં વધારો થયા છે અને પાકના મૂળ મજબૂત બને છે અને છોડમાં પોષક તત્ત્વોનું શોષણ વધુ અસરકારક બને છે. કાર્બન આધારિત હરિત અણુઓના ઉપયોગથી પાકનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધે છે, રસાયણિક ખાતર પર નિર્ભરતા ઘટે છે, જમીનની સ્વાસ્થ્ય અને જીવંતતા જળવાઈ રહે છે, પાણીના ઉપયોગમાં કાર્યક્ષમતા વધે છે, કૃષિ વધુ પર્યાવરણીય સમતુલા અને ટકાઉ બને છે.
આ અભિગમ માત્ર ખેતી ઉત્પાદન વધારવા પૂરતો સીમિત નથી, પરંતુ તે કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હવામાન પરિવર્તન સામે લડવા અને ખેડૂતની આવકમાં વધારો કરવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ રીતે, કાર્બનથી પાક સુધીની યાત્રા હરિત ટેક્નોલોજી અને આધુનિક ખેતીનું સુમેળ સાધીને, ભવિષ્યની ખોરાક સુરક્ષા માટે મજબૂત પાયો તૈયાર કરે છે – જ્યાં હરિત અણુઓ વધુ ઉત્પાદનનું સાધન બને છે અને ખેતી વિકાસનું નવું અધ્યાય લખે છે.
ભારત દેશ પાસે રહેલી ગ્રીન એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન ક્ષમતાઓને વિસ્તારીને ભારતની સાથે ગુજરાતને પણ આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ