સિહોર મારું કંસારા જ્ઞાતિ તેમજ કેળવણી મંડળના સંયુક્ત આયોજન હેઠળ વર્ષ 2024-25 માટે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા 70 વર્ષથી ઉપરના સન્માનિત વડીલોનો વડીલ વયવંદના અને પ્રતિભા સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમમાં ઊંૠથી ધોરણ 3 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા, જ્યારે ધોરણ 4 થી 12, તેમજ વિવિધ ફેકલ્ટીના ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ડોક્ટર સહિત ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સમાજના 70 વર્ષથી ઉપરના 35થી વધુ વડીલોનું શાલ, પુષ્પહાર અને સ્મૃતિચિહ્ન દ્વારા વડીલ વયવંદના સન્માન કરવામાં આવ્યું. આ સમારોહના અધ્યક્ષ તરીકે કૃષ્ણાલાલ પવારે શોભાવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ હરીશભાઈ પવાર, વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ પરમાર, રાજુભાઈ બુદ્ધભટ્ટી, તેમજ હરિવલ્લભભાઈ બુદ્ધ, રમણીકભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ પરમાર , અનિલભાઈ પરમાર , કિશોરભાઈ પરમાર સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજની દીકરી અને હાલ આફ્રિકા ખાતે વસવાટ કરતા તથા ધાર્મિક પ્રસંગે સિહોર પધારેલા શિલ્પાબેન બારમેડાને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમણે સિહોર મારું કંસારા કેળવણી મંડળ માટે રૂ. 5,001 તથા સમાજની વાડીના જીર્ણોદ્ધાર માટે રૂ. 25,000 ની ઉદાર દાનઘોષણા કરી હતી. તે ઉપરાંત સમાજના પ્રમુખ હરીશભાઈ પવાર દ્વારા તેમના પિતાજી ના નામે પવાર વિનોદરાય ચુનીલાલ કંસારા તરફ થી રૂ.11000, તથા નાથાલાલ ભાઈચંદ પરિવાર દ્વારા રૂ. 5,001 ની દાનઘોષણા કરવામાં આવી હતી. આ તમામ સહયોગથી આગામી સમયમાં સમાજની વાડીનું રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દર્શ પવાર, તેમજ સમાજની વ્હાલી દીકરીઓ ઓવૃષ્ટિ પી. બુદ્ધભટ્ટી, નેન્સી જી. પરમાર અને હેત્વી જે. બુદ્ધભટ્ટીએ એન્કરિંગ દ્વારા સહયોગ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સમાજના ભાઈઓ-બહેનો અને વડીલોના આશીર્વાદ તથા સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
