સાવરકુંડલા પોલીસ દ્વારા ફરિયાદ પર કાર્યવાહી ન થતા એસ.પી.ને રજૂઆત

બી.એન.એસ. કલમો હેઠળ અરજી છતાં એફઆઇઆર દાખલ ન થતા ન્યાયની માંગ કરાઈ

બોટાદ શહેરના શક્તિ પાર્ક સોસાયટી, હીફલી વિસ્તારમાં રહેતા સરોજબેન નિલેશભાઈ વઢવાણિયાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ગંભીર ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થતાં અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સરોજબેન વઢવાણિયાએ તારીખ 21/08/2025ના રોજ સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે સાવરકુંડલાના લગ્ન રજીસ્ટાર સહિત કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 198, 199, 228, 229, 335, 61 અને 54 મુજબ ફરિયાદ અરજી રજીસ્ટર એડીથી દાખલ કરી હતી.ફરિયાદ અનુસાર, પોલીસ દ્વારા તેમને બોલાવી નિવેદન પણ લેવામાં આવ્યું હતું, છતાં આજદિન સુધી કાયદેસર એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી. આ બાબતે અગાઉ પણ એસ.પી. ને રજીસ્ટર એડીથી જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રગતિ ન થતા અરજદારોએ ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે.સરોજબેન વઢવાણિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ફરિયાદ પર કાર્યવાહી ન થવી એ ન્યાયપ્રણાલી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે ફરી તા.6.1.26 ના રોજ એસ.પી ને વિનંતી કરી છે કે સંબંધિત ફરિયાદમાં તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવા સાવરકુંડલા પોલીસને હુકમ કરવામાં આવે. આ અરજીની નકલ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ, ગાંધીનગરને પણ મોકલવામાં આવી છે, સાથે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટના રજીસ્ટર ને અરજી કરેલ છે જેથી ન્યાય મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ