કાયમી અપડાઉન વાળા માટે કાયમી બસ ફાળવવા માંગ
બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન આક્રોશ જોવા મળિયો હતો. આ લોકોએ અનેક વખત ડેપોના અધિકારીઓ તેમજ ડેપો મેનેજરને રજુવાત કરવામાં આવેલી હતી કે અમો કાયમી ઉપ ડાઉન કરતા હોઈએ છીએ જેથી અમારા માટે નિયમિત બસ મુકવામાં આવે પાસ ધારાકોની સગવડતા સચવાઈ રહે અમો 25 થી 30 લોકો કાયમી આવન જાવન કરી શકીયે તેના માટે એક બસ ફાળવવામાં આવે પરંતુ આ તંત્રની ઘોર બેદરકારીના લીધે અમારે કાયમી માટે હેરાન થવું પડે છે જયારે અમોએ પુરા મહિનાનો પાસ કઢાવી લીધેલ હોય તેમ છતાં અમારે રૂપિયા આપીને અન્ય વાહનોમાં જવાની ફરજ પડે છે. ફરી બસ બંધ રાખવામાં આવતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકો ને બસ ના ફાળવતા રોષે ભરાયા હતા અને અધિકારીને જાણ કરી હતી. પરંતુ સંતોષ કારક જવાબ ના મળતા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જયારે અડધો કલાક સુધી એસટી બસ ને ડેપોમાં પ્રવેશ આપવા કે ડેપોની બહાર નીકળવા દીધેલ ના હતી અંતે તંત્ર ઝુકીને બસ ફાળવવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જયારે આ બાબતે વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોના કહેવા મુજબ જ્યારથી અહીંયા ડેપો મેનેજર મેડમ આવ્યા છે ત્યારથી એસ ટી તંત્ર ખાડે ગયું છે તો આ બાબતે ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
