મોરબી આપની સભામાં હોબાળોે આંતરિક વિરોધ સામે આવ્યો

ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી રહયા હાજર

મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. પાર્ટીના જ એક હોદ્દેદારને સભામાં પ્રવેશ કરતા અટકાવવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ સભામાં આપના રાજ્યસ્તરીય આગેવાનો ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, આપના જિલ્લા પંચાયત સહ પ્રભારી તરીકે હોદ્દો ધરાવતા હિતુભા રાઠોડને સભામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ પગલાંથી નારાજ થયેલા હિતુભા રાઠોડ સમર્થકો સાથે રાજીનામું આપવા પહોંચ્યા હતા, જોકે તેમને અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન સમર્થકોએ વિરોધ દર્શાવતા આપના ખેસ રોડ પર ફેંક્યા હતા.ઉલ્લેખનીય છે કે અગાઉની એક સભામાં ગોપાલ ઇટાલિયાએ પોલીસને ટોમી કહીને સંબોધન કર્યું હતું, જેને લઈને પાર્ટીના જ કેટલાક આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ આંતરિક અસંતોષનો પડઘો હાલની મોરબીની સભામાં પણ જોવા મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે મને કોઈ જાણ નથી. એ ભાઈ પાર્ટીમાં છે કે પોલીસ છે, તેની મને ખબર નથી. તેમના આ નિવેદન બાદ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ વધુ સ્પષ્ટ બની હોવાનું મનાઈ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ