વિકટરથી ટીંબી સુધીના રોડ વિસ્તારમાં ડાયવર્ઝનના અવરોધથી અકસ્માતો સર્જાતા હોવાની ચર્ચા
ભાવનગર-સોમનાથ હાઈવે પર વહેલી સવારે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજુલા તાલુકાના કથીવદર ગામ નજીક ફોરવીલ વાહન અચાનક પલટી મારતા આ ઘટના બની હતી. અકસ્માતની જાણ થતા તાત્કાલિક 112 અને 108 ઈમરજન્સી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કુલ 5 લોકોને ઇજા પહોંચી છે,કુલ 5 લોકો ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વાહન બરોડા તરફથી ઊના તરફ જઈ રહેલા પરિવારનું હતું. અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને રાજુલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં સામેલ સમગ્ર પરિવાર હરિયાણાના બહાદુરગઢ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ગંભીરતા જોતા સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગર-સોમનાથ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને વિક્ટરથી ટીંબી સુધીના રોડ વિસ્તારમાં ડ્રાઈવર્ઝન દ્વારા બનાવેલા અવરોધોના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે.
હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતોના પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત શીલાદેવી (ઉંમર વર્ષ 70) રોહિત મનીષભાઈ ખત્રી (ઉંમર વર્ષ 12) અને મુકેશ સુખારામ યાદવ (ઉંમર વર્ષ 28) ને ગંભીર જાઓ થવા પામે છે જ્યારે આ અકસ્માતમાં સ્વીટી સંદીપ (ઉંમર વર્ષ 42) જેનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે મરનાર સ્વીટી સંદીપને રાજુલા સરકારી હોસ્પિટલે પોસ્ટમોટમ માટે ખસેડવામાં આવેલ છે
