પ્રશાસક પ્રફુલ પટેલના આદેશ અને દીવ કલેકટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં દીવમાં સડક સુરક્ષા માસ 2026 અંતર્ગત પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મલાલા સર્કલ ઉપર વાહન ચાલકોને હેલમેટ પ્રત્યે જાગૃતતા અને સાથે સાથે રોડ સેફટી સંબંધીત નિયમોની જરુરી માહીતી આપવામાં આવી હતી. સાથે સાથે જરુરીયાત મંદોને હેલમેટ આપવામાં આવ્યા હતા. અને જે વાહન નિયમોનું પાલન કરે છે તેને ગુલાબનું ફુલ આપી અને તેમની પ્રસંશા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડે. કલેકટર શીવમ મીશ્રા એ દીવની જનતાને ખાસ અનુરોધ કર્યો કે કોઇપણ ગાડી હોય, ચલાવવા સમયે સડક સુરક્ષા નિયમોનું પાલન કરે અને ટ્રાફીક પોલીસના દિશા નિર્દેશનું પાલન કરે. રોડ શેફટીના નિયમોનું પાલન કરાવવા મલાલ સ્થળે પી.આઇ. રમેશ ગાવિત, એસ.એચ.ઓ. પી.એસ.આઇ. બ્રેનડેન એજવેલો આરટીઓ અભિનવ પટેલ તેમજ પોલીસ અને આરટીઓ વિભાગના કર્મીઓ ઉ5સ્થિત રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
વાઇબ્રન્ટના માર્ગો પર ભારે ટ્રાફીક મંત્રી અને અધિકારીઓ પણ અટવાયા
આ વિસ્તારમાં પુલ માટે ભાર મુકતા પ્રભારી મંત્રી જીતુભાઇ રાજય સરકાર દ્વારા રાજકોટની મારવાડી યુનિ. ખાતે... -
રાજકોટ: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન 5.78 લાખ કરોડના MOU: મંત્રી જીતુભાઈ વાઘાણી વાઈબ્રન્ટે સૌરાષ્ટ્ર-કચ્છની ક્ષમતાને વિશ્ર્વ ફલક પર પહોંચાડી : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : 15મી સુધી પ્રદર્શન : ઉદ્યોગકારોને લાભ લેવા અપીલ
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું આજે... -
જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પડેસ્ક શરૂ કરાશે:મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સ્ોક્રેટરી સ્ટીફન રૂએન હોફના ન્ોત્ાૃત્વમાં જર્મની બિઝન્ોસ ડેલીગ્ોશનો ગાંધીનગરમાં ઉચ્ચ...
