સૌર ઊર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે-મંત્રી પિયુષ ગોયલ

“ઊર્જા ક્ષેત્રના સશક્તિકરણ” અંગે યોજાયો સેમિનાર – રૂ. 5.60 લાખ કરોડના એમ.ઓ.યુ.
કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ તથા કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ – ઊર્જા વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરાયું

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં “ઉર્જા ક્ષેત્રના સશક્તિકરણ” અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં પી. એમ. કુસુમ અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજના તથા ઊર્જા વિભાગની અન્ય યોજનાના લાભાર્થીઓનુ સન્માન કરાયું હતું. આ પ્રસંગે – રૂ. 5.60 લાખ કરોડથી વધુના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજય મંત્રી પિયુષ ગોયલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનશ્રીના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે.
સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની નીતિથી આવનારા સમયમાં પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષા થશે. સૌર ઉર્જા ક્ષેત્રે કરેલું એક વખતનું રોકાણ જિંદગીભરની બચત બની જાય છે. ગેસ-પેટ્રોલ-ડીઝલ જેવા પરંપરાગત ઊર્જાના સાધનો ઓછા થઈ રહ્યા છે, ત્યારે સૌર ઊર્જાના વિકલ્પ થકી નવા વિશ્વનું નિર્માણ કરવાની શક્યતા ઉજળી બની છે. 100 ગીગા વોટના પ્લાન્ટ વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં ઇન્સ્ટોલ થયા છે ત્યારે ભારત દેશ ઊર્જા ક્ષેત્રે નવી જ સંકલ્પના સાકાર કરવા સમર્થ બન્યો છે, અને વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આપણા દેશમાં ઉપલબ્ધ થતી મહત્તમ સૌર ઊર્જા આપણી કુદરતી મૂડી છે, જેનો મહત્તમ ઉપયોગ કરવા સરકાર કટિબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ગોયલે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજયના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીં વાઇબ્રન્ટ સમિટમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ભારત માટે 21મી સદીના પ્રભાતનો જાણે ગુજરાતથી આરંભ થયો છે. કારણ કે વર્ષો પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનને મજબૂત બનાવવાની શરૂઆત કરી હતી, નવી દિશા આપી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ આપેલા સ્વચ્છતા રાખવા અને સ્વદેશી અપનાવવાના સંકલ્પને પ્રધાનમંત્રીએ આગળ ધપાવ્યો છે. દેશનો જી.ડી.પી. સતત આગળ વધી રહ્યો છે,
કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ’2047 સુધીમાં વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ઊર્જા ઉત્પાદન ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહેશે. ગુજરાત સરકાર ખેડૂતો, સામાન્ય જનતાને સાથે રાખીને આગળ વધી રહી છે.
મહાનુભાવોના હસ્તે પી. એમ. કુસુમ કોમપોનેન્ચ ઇ , ઈ અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજનાના ત્રણ લાભાર્થીઓ, ઙખ સુર્ય ઘર યોજનામાં સૌથી વધુ ઈંસ્ટોલેશન કરનાર 6 સબ ડિવિઝન અને સૌર ઉર્જા ક્ષેત્રમાં સૌથી વધુ ઈંસ્ટોલ કરનારા 3 વેન્ડર્સનું સન્માન કરાયું હતું. સોલર ડિવિડન્ડ વિશે યોજાયેલા ફ્લેગશિપ પ્રોગ્રામમાં ’પી.એમ. કુસુમ યોજના અને પી.એમ. સૂર્ય ઘર મફત વીજળી યોજના થકી સશકિતકરણ’ વિષયક માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ઊર્જા વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રમાં રૂપિયા 5.60 લાખ કરોડના વિવિધ ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા. જે પૈકી 16 ઈન્વેસ્ટમેંટ અને 1 સ્ટ્રેટેજીક પાર્ટનરશિપનું ખઘઞ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 800થી મુલાકાતીઓ વધુ હાજર રહ્યા હતા. પી. એમ. કુસુમ અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજનાની વિગતો રજુ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મને ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળી હતી.
આ પ્રસંગે કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય દર્શીતાબેન શાહ તથા રમેશભાઈ ટીલાળા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, ભારત સરકારના શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ શશાંક મિશ્રા, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રીન્યુએબલ એનર્જીના ડાયરેક્ટર સુમન ચંદ્રા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દિવાન , ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય પ્રકાશ, ઇન્ડિયા સ્માર્ટ ગ્રેડ ફોરમના પ્રમુખ રેજી પિલ્લાઈ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ કણ્વ ગર્ગ, અને ૠઞટગક ડાયરેક્ટર (એડમીન) પ્રીતિ શર્મા સહિતના ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ