વાઇબ્રન્ટના માર્ગો પર ભારે ટ્રાફીક મંત્રી અને અધિકારીઓ પણ અટવાયા

આ વિસ્તારમાં પુલ માટે ભાર મુકતા પ્રભારી મંત્રી જીતુભાઇ

રાજય સરકાર દ્વારા રાજકોટની મારવાડી યુનિ. ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગઈકાલથી પ્રારંભ થયેલી રીજીયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં આજે બીજા દિવસે ચીકકાર જનમેદની ઉમટી પડતા રાજકોટ-મોરબી હાઈવે પર સતત બે કલાક સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો. આ ટ્રાફીકજામના પગલે હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. જેના કારણે વાહન ચાલકો ભારે હેરાન-પરેશાન થયા હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિ.માં છ થીમેટીક ડોમમાં આયોજીત કરાયેલ એકઝીબીશન આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ પ્રદર્શનને નિહાળવા માટે રાજકોટ-મોરબી વિસ્તારના પ્રજાજનો વાહનો સાથે ઉમટી પડતા હાઈવે પર બે કલાક સુધી ટ્રાફીક જામ સર્જાતા લોકોને ભારે આડમારી વેઠવી પડી છે. આ ટ્રાફીક અંગે જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીનું ધ્યાન દોરાતા તેઓએ પણ રાજકોટ-મોરબી હાઈવે પર મારવાડી કોલેજ સામે પુલનું નિર્માણ કરવાની આવશ્યકતા પર ભારે મૂકયો હતો. (તસ્વીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ