મોરારિબાપુની ઉપસ્થિતિમાં… સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

અત્રે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પર્વ પૂર્ણિમાનું ગરીમા પૂર્ણ ઉત્સવ પૂજ્ય મોરારીબાપુ ના અધ્યક્ષ સ્થાને ઉજવાયો જેમાં સંગીત સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનું એવોર્ડ સાલ અને ગરીમામય રાશી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ સાહિત્ય અને સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કલાકારોનું મોરારીબાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પર્વ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે પૂજ્ય ભક્તિ રામ બાપુ વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર અમેરિકાથી ખાસ પધારેલા નટવર ગાંધી અને પન્ના નાયક મુંબઈથી મનુભાઈ ગાંધી તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુએ પોતાના વક્તવ્યમાં પાંચ પ્રકારના પર્વ હોય છે તેની વિસ્તારપૂર્વક વાત કરી હતી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિશુલ્ક સેવા છેલ્લા 11 વર્ષથી આપી રહ્યું છે અને અત્યાર સુધીમાં આશરે 24 લાખ ઉપરાંત દર્દીઓએ સન્માન પૂર્વક સેવાનો લાભ લીધો છે સૌથી મહત્વની વાત એ છે કે 20 જેટલા મોટાભાઈ ભરવાડના નાના બાળકો અને યુવાનો દ્વારા ઘેરઘેરથી દૂધ એકઠું કરી અને હોસ્પિટલે પહોંચાડ્યું છે જે સેવાને બાપુએ ખાસ બિરદાવી હતી આ કાર્યક્રમમાં અમેરિકાથી ખાસ પધારેલા નટવર ગાંધીએ અને પન્ના નાયકે એક મોટી જાહેરાત કરી હતી કે પોતાની જે કાંઈ સ્થાવર જંગમ મિલકત અને મૂડી છે તે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને અર્પણ કરવાની જાહેરાત કરી અને પોતાને જાતને ધન્યતા અનુભવી હતી જેને પૂજ્ય મોરારીબાપુએ આવકારી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. શિક્ષણ સાહિત્ય અને સંગીત ક્ષેત્રે જેમની એવોર્ડ આપવામાં આવનાર હતા તેમનો પરિચય ભદ્રાયુ વછરાજાની એ આપ્યો હતો. અંતમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ મહેતાએ પોતાનું વક્તવ્ય આપતા ખૂબ જ ભાવુક થયા હતા.

રિલેટેડ ન્યૂઝ